Pitbull Attack: Delhiમાં 7વર્ષની બાળકી પર હુમલા બાદ નોંધાઈ ફરિયાદ
નવી દિલ્હીઃ દેશભરમાં નાના બાળકો પર કૂતરાના હુમલાના અનેક મામલા બહાર આવ્યા છે. જોકે મોટા ભાગે આ હુમલા રખડતા કૂતરા દ્વારા થાય છે, પણ હાલમાં પાળેલા કૂતરાના હુમલાઓના કિસ્સા વધ્યા છે. સોસાયટીમાં હિંસક કહેવાતી પ્રજાતિના કૂતરા રાખવા પર વિવાદ છેડાયો છે. દિલ્હીમાં બનેલી ઘટનામાં એક પીટબુલ કૂતરો પાડોશમાં રહેતી 7 વર્ષની છોકરીને ન માત્ર કરડ્યો પણ તેને ખેંચી પણ ગયો હોવાની ઘટના ઘટી છે.
પોલીસને આ ફરિયાદ ગઈકાલે રાત્રે 8.47 કલાકે પીસીઆર કોલ દ્વારા મળી હતી. જે બાદ કૂતરાના માલિક સામે કેસ નોંધવામાં આવ્યો હતો. 1 માર્ચના રોજ, પીએસ જગતપુરીમાં રાત્રે 8:47 કલાકે એક પીસીઆર કોલ આવ્યો હતો, જેમાં મહિલા કોલ કરનારે જણાવ્યું હતું કે તેની 7 વર્ષની પુત્રીને પીટબુલ કૂતરો કરડ્યો હતો અને તે તેને ખેંચી ગયો હતો. આ પીટબુલ કૂતરો તેના પાડોશીનો છે.
પીસીઆર કોલ મળતાં સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. બાળકીની માતાએ જણાવ્યું કે આ ઘટના સાંજે 6 વાગ્યાની આસપાસ બની હતી અને તે તેની પુત્રીને સ્થાનિક ડોક્ટર પાસે લઈ ગઈ અને તેની સારવાર કરાવી છે. ફરિયાદીના નિવેદનના આધારે, તેમની સામે IPCની કલમ 289/337 હેઠળ કેસ નોંધવામાં આવી રહ્યો છે.