પાઈલટના સંગઠને ફ્લાઈટ ડ્યૂટીના ધોરણો સુધારવા સરકારને કરી અપીલ

મુંબઈઃ પાઇલટના થાક અંગે ચિંતા વ્યક્ત કરતા પાઇલોટ્સના જૂથ એફઆઈપીએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને ફ્લાઇટ ડ્યુટી અને આરામના સમયગાળા પરના સુધારેલા ધોરણોના અમલીકરણ માટે વહેલી તકે પગલાં લેવા વિનંતી કરી છે.
આ પણ વાંચો: યાદગાર રિટાયરમેન્ટઃ નિવૃત્તિના એક દિવસ પહેલા સિનિયર કેપ્ટન ગોસાવીને ઉડ્ડયન કરાવ્યું
૬,૦૦૦થી વધુ સભ્યો ધરાવતા ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સએ અગાઉ પણ ડીજીસીએ દ્વારા અમલીકરણને મુલતવી રાખ્યા પછી પાઇલોટ્સ માટે સુધારેલી ‘નાગરિક ઉડ્ડયન આવશ્યકતા’ પર નાગરિક ઉડ્ડયન પ્રધાન કે રામમોહન નાયડુને પત્ર લખ્યો હતો.
માર્ચ મહિના દરમિયાન ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને (ડીજીસીએ)એ જૂન મહિનાથી લાગુ થનાર ધોરણોનો અમલ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હતો.
આ પણ વાંચો: Delhi Airport Tragedy: ટર્મિનલના ઉદ્ઘાટન સમયના ઉડ્ડયન પ્રધાન પ્રફુલ પટેલ શું કહ્યું?
૨૯મી જુલાઈના રોજ લખવામાં આવેલા પત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે થાકના મુદ્દાની ગંભીરતાને ઓળખવામાં વોચડોગની નિષ્ફળતા ન માત્ર પાઈલટોના જીવનને જ જોખમમાં મૂકે છે પરંતુ હવાઈ મુસાફરી કરતા સામાન્ય લોકોની સલામતી માટે પણ ગંભીર સંકટ ઊભું કરે છે.