ખરાબ વાતાવરણ વચ્ચે પણ પાઈલટે કરાવ્યું સેફ લેન્ડિંગ, Mumbai Airportનો આ વીડિયો જોઈને તમે પણ… | મુંબઈ સમાચાર
નેશનલ

ખરાબ વાતાવરણ વચ્ચે પણ પાઈલટે કરાવ્યું સેફ લેન્ડિંગ, Mumbai Airportનો આ વીડિયો જોઈને તમે પણ…

જૂન મહિનામાં અમદાવાદ ખાતેના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું, જેમાં ક્રુ મેમ્બર સહિત 240થી વધુના મૃત્યુ થયા હતા. આ ગમખ્વાર અકસ્માતને કારણે સમાચારથી માત્ર દેશ જ નહીં પણ દુનિયા પણ હચમચી ઉઠી હતી. આ દુર્ઘટના બાદ વિમાનમાં ખરાબી કે ફ્લાઈટ રદ થવાની અનેક ઘટનાઓ સામે આવવા લાગી અને હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ખરાબ વિઝિબિલિટી છતાં પાઈલટે પોતાની આગવી સૂઝબૂઝથી સેફ લેન્ડિંગ કરાવીને કોઈ હોનારત થતી અટકાવી હતી. આવો જોઈએ શું છે આ વીડિયોમાં-

વાઈરલ થઈ રહેલાં આ વીડિયો મુંબઈનો છે. મુંબઈના મુશળધાર વરસાદ, જોરથી ફૂંકાઈ રહેલો પવન અને ઠેકઠેકાણે ભરાયેલા પાણીને કારણે જનજીવનને માઠી અસર થઈ હતી, પરંતુ આટલી વિપરિત પરિસ્થિતિમાં પણ એર ઈન્ડિયાના પાઈલટે જે સૂઝબૂઝથી પ્લેનનું સેફ લેન્ડિંગ કરાવ્યું એ જોઈને નેટિઝન્સ પણ ચોંકી ઉઠ્યા હતા અને લોકો તેની સૂઝબૂઝને સલામ કરી રહ્યા છે.

મુંબઈ એરપોર્ટના આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @vidhyasagarjagadeesan નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોની કેપ્શનમાં લખ્યું હતું કે મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે પણ કેપ્ટન મિસ્ટર નિરજ સેઠ્ઠીએ પોતાની સૂઝબૂઝથી ખૂબ જ સારી અને સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું. તેમને સલામ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

આ વીડિયોને 19મી ઓગસ્ટના રોજ શેર કરવામાં આવ્યો છે અને તેને અત્યાર સુધીમાં એક લાખથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે. બે હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે અને કમેન્ટ કરીને યુઝર્સ પાઈલટની બહાદુરીના વખાણ કરી રહ્યા છે.

એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે વિદ્યાસાગરજી પ્રવાસીઓને લઈ જતાં આ વીડિયોની સેફ લેન્ડિંગનો વીડિયો શેર કરવા બદ્દલ તમારો આભાર. બીજા એક યુઝરે લખ્યું હતું કે પાઈલટને મારી સલામ. મુંબઈમાં હાલમાં વાતાવરણ ખૂબ જ ગંભીર છે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે પાઈલટને મારા તરફથી ફૂલ માર્ક્સ, રિયલ સ્કાય હીરો.

અત્રે ઉલ્લેખનીય છે કે મેઘરાજાએ એકાદ દિવસથી પોરો ખાધો છે. બાકી અઠવાડિયાની શરૂઆતમાં તો મુંબઈમાં જળબંબાકાર થઈ ગયું હતું અને જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું.

આ પણ વાંચો…જાપાનમાં 10 જ મિનિટમાં 26,000 ફૂટ નીચે ઉતર્યું બોઇંગ વિમાન, સેફ લેન્ડિંગ કરાયું

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button