નેશનલ

ઝેરી રસાયણના સંપર્કમાં આવતા ૮૦ જેટલા કબૂતરોના તરફડી-તરફડીને થયા મોત

શિયાળા દરમ્યાન આમ તો કચ્છમાં દેશ-વિદેશથી અનેક યાયાવર પક્ષીઓ આવે છે પણ આ વર્ષે શિયાળો હજુ પગરણ માંડે તે પહેલા જ પૂર્વ કચ્છના ભચાઉથી ગાંધીધામ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના ચોપડવા નજીક આવેલા એક પુલ પાસે ખોડીયાર માતાજી મંદિર આસપાસ વહેલી સવારના અરસામાં જ એકસાથે ૮૦ જેટલા,શાંતિના દૂત સમા કબૂતરોના સંભવત દુષિત પાણીના સંપર્કમાં આવવાના કારણે તરફડી તરફડીને મોત નિપજતા આસપાસના વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. આ ઘટનાની ખબર વટેમાર્ગુઓને પડતા તેઓ એકઠા થયા હતા અને તમામ મૃત કબુતરોને એકઠા કરી તેમનો અંતિમ સંસ્કાર કરાયો હતો.

આ સંદર્ભે કેટલાક લોકોએ એવો આક્ષેપ કર્યો હતો કે, પુલ નજીકના વિસ્તારમાં આવેલા એક કારખાના દ્વારા કોઈ રસાયણયુક્ત પાણી છોડાતા આ પાણી ખાડાઓમાં બંધિયાર થઇ પડી રહેતા તેના સંપર્કમાં આવવાથી કે તેને પીવાનો પ્રયાસ કરવાથી આ કબૂતરોના મોત નિપજ્યા છે.


મૃત પામેલા કબૂતરો પૈકીના કેટલાક કબૂતરોના મૃતદેહોને પૃથકરણ માટે યોગ્ય જગ્યા એ મોકલવાની કાર્યવાહી કેટલાક જાગૃત ગ્રામજનોએ કરી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત