Jungle Safariમાં જીપના બોનેટ પર બેઠો હતો ફોટોગ્રાફર, અચાનક સામે આવી સિંહણ અને પછી…
જંગલ સફારીની વાત જ એકદમ અલગ હોય છે, આ જંગલ સફારી જ તમને પ્રકૃતિને એકદમ નજીકથી નિહાળવાનો, સમજવાનો મોકો આપે છે. પણ ઘણી વખત કેટલાક અનાડી અને અતિઉત્સાહી લોકોની મસ્તીને કારણે જીવ જોખમમાં પણ મુકાઈ શકે છે. આવી ઘટનાઓના વીડિયોમાં પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં હોય છે. આજે અમે અહીં તમારા માટે આવા જ એક વાઈરલ વીડિયોની વાત લઈને આવ્યા છીએ, જે જોઈને તમારો જીવ પણ તાળવે ચોંટી જશે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર સફારી દરમિયાન જીપના બોનેટ પર બેઠો હોય છે અને અચાનક જ એક સિંહણ તેની સામે આવી જાય છે, એટલું જ નહીં આ સિંહણ તેની એટલી બધી નજીક આવી જાય છે કે લોકોના શ્વાસ થંભી ગયા હતા. પણ પછી કંઇક એવું બને છે કે જેના વિશે તમે કે આપણે કોઈએ વિચાર્યું સુધ્ધા નહીં હોય. આવો જોઈએ શું થાય છે એ જોઈએ…
આ વાઈરલ વીડિયોમાં જોવા મળે છે જે સફારી દરમિયાન એક ફોટોગ્રાફર જીપના બોનેટ પર બેસેલો હોય છે. અચાનક જ એક સિંહણ તેની નજીક આવે છે અને એ એટલી નજીક આવી જાય ચેંકે ત્યાં હાજર તમામ લોકોને એવું લાગે છે કે હવે તો રામ રમી જ ગયા એમ… પણ ફોટોગ્રાફર્સને આવી પરિસ્થિતિમાં શું કરવું અને શું ન કરવું એની જાણ હોય છે એટલે ફોટોગ્રાફર પણ બિલકુલ હિલચાલ કે આંખનું મટકું પણ માર્યા વિના પોતાની સીટ પર જ સ્થિર બેસી રહ્યો.
સિંહણ થોડો સમય ત્યાં ઉભીને એને જોઈ રહે છે અને પછી પોતાના રસ્તે ચાલવા લાગે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર તુફાન વાઈરલ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 9 મિલિયનથી વધુ વધુ લોકો જોઈ ચૂક્યા છે. લોકો આ વીડિયો પર જાત જાતની કમેન્ટ અને લાઈકનો વરસાદ કરી રહ્યા છે.
એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું હતું કે આવું મારી સાથે થયું હોત તો મને હાર્ટ એટેકનું જ આવી ગયો હોત. બીજા ઍક યુઝરે લખ્યું હતું કે હું કદાચ જ આટલી ધીરજ રાખીને બેસી શક્યો હોત. ત્રીજા એકે કમેન્ટ કરતા લખ્યું હતું કે મેં પહેલાંથી જ મારા ખરાબ અને ખોટા કરમની માફી માગીને બીજું જીવન માંગ્યું હોત.
જોકે સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહેલો આ વીડિયો ક્યાંનો અને ક્યારનો છે એની કોઈ માહિતી મળી શકી નહોતી પણ લોકોને આ વીડિયો રસપ્રદ અને રોમાંચક લાગી રહ્યો છે.