Ram mandir update: રામ લલ્લાના મુખ દર્શન, મૂર્તિની નવી તસવીર બહાર આવી | મુંબઈ સમાચાર

Ram mandir update: રામ લલ્લાના મુખ દર્શન, મૂર્તિની નવી તસવીર બહાર આવી

અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા મંદિર પરિસર અને સમગ્ર અયોધ્યા શહેરને શણગારવામાં આવી રહ્યું છે. એ પહેલા હવે રામલલાની મૂર્તિની પહેલી તસવીર મળી છે. રામલલાની મૂર્તિની નવી તસવીરમાં તેમની આંખો પર પીળા રંગની પટ્ટી બાંધેલી જોવા મળી રહી છે. તેમજ ગળામાં ફૂલોની માળા જોવા મળે છે. ગુરુવારે રાત્રે પણ રામલલાની મૂર્તિની તસવીર સામે આવી હતી, પરંતુ તેમાં મૂર્તિનો ચહેરો કપડાથી ઢંકાયેલો હતો. આ તસ્વીરમાં મૂર્તિમાં રામલલાના ચહેરા પરથી કપડું હટાવી દેવામાં આવ્યું છે. હવે માત્ર આંખે પટ્ટી જ દેખાય છે.

રામ મંદિર આજથી ભક્તો માટે બંધ રહેશે. ભક્તો આજે સાંજે 7 વાગ્યા બાદથી રામ મંદિરમાં દર્શન નહીં કરી શકે. પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, 23મી જાન્યુઆરીની સવારથી ભક્તો રામલલાના દર્શન કરી શકશે.


રામલલાની મૂર્તિ ગુરુવારે ધાર્મિક પૂજા પછી ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી. આ મૂતિ કાળા રંગની મૂર્તિમાં 5 વર્ષના રામલલા કમળના ફૂલ પર ઉભા ઊભા જોવા મળ્યા હતા. આગાઉની તસ્વીરમાં ચહેરો અને હાથ પીળા કપડાથી ઢંકાયેલા જોવા મળ્યા હતા.

Back to top button