નેશનલ
વિવાદાસ્પદ દક્ષિણ ચીની સમુદ્રમાં ફિલિપાઈન્સ અને ચીનના જહાજ ટકરાયા

બે જહાજ અથડાયા: સેક્ધડ થૉમસ શૉલ વિસ્તારમાં મંગળવારે ચીનના કૉસ્ટ ગાર્ડનું જહાજ ફિલિપાઈન્સના કૉસ્ટ ગાર્ડ જહાજની દિશામાં આગળ વધતાં બંને જહાજ વચ્ચે નજીવી ટક્કર થઈ હતી. (એજન્સી)
મનિલા: વિવાદાસ્પદ દક્ષિણ ચીની સમુદ્રમાં મંગળવારે ફિલિપાઈન્સ અને ચીનના જહાજ ટકરાતા ફિલિપાઈન્સના ચાર ક્રૂ મૅમ્બરને ઈજા થઈ હતી.
ઈશાન એશિયાના નેતાઓ એશિયન શિખર પરિષદમાં મળ્યા હતા જ્યાં તેઓ દક્ષિણ ચીની સમુદ્રમાં ચીનના વધતા પ્રભુત્વનો મુદ્દો ઊપાડવાના હતા.
ચીનના તટરક્ષક દળના જહાજોએ ફિલિપાઈન્સના તટરક્ષક દળ અને પુરવઠા જહાજને આંતરવાનો પ્રયાસ કરતા ચીન અને ફિલિપાઈન્સના જહાજ વચ્ચે નજીવી ટક્કર થઈ હતી, એમ ફિલિપાઈન્સના અધિકારીઓએ કહ્યું હતું. આ ટક્કરમાં ફિલિપાઈન્સના જહાજને નજીવું નુકસાન પહોંચ્યું હતું. (એજન્સી)