
નવી દિલ્હીઃ ભારત સરકાર ટૂંક સમયમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના કરોડો ખાતાધારકોને એક મોટા ખુશ ખબર આપવા જઈ રહી છે, જેઓ તેમની નિવૃત્તિ માટે EPFO પર નિર્ભર છે. સરકારનું શ્રમ અને રોજગાર મંત્રાલય હવે EPFO માટે એક નિશ્ચિત વ્યાજ આપવા માટેનું અનામત ભંડોળ બનાવવાનું વિચારી રહી છે જેનો હેતુ કરોડો પ્રોવિડન્ટ ફંડ ધારકોને તેમના પ્રોવિડન્ટ ફંડમાં જમા કરાવવામાં આવતી રકમ પર નિશ્ચિત વ્યાજ દર પૂરો પાડવાનો છે.
Also read : નવા મુખ્ય ચૂંટણી કમિશનર સંદર્ભે PM ઓફિસમાં બેઠક; નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી રહ્યા હાજર
આ મામલા સાથે સંકળાયેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે EPFO તેમની પાસેના PF ફંડના કેટલાક ભાગનું બજારમાં રોકાણ કરે છે. ઘણી વખત સંસ્થાને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) અને અન્ય રોકાણો ઉપર ઓછું વળતર મળે છે જેનું નુકસાન પ્રોવિડન્ટ ફંડધારક સભ્યોને પણ સીધું ભોગવવું પડે છે. ખાસ કરીને જ્યારે શેરબજારમાં તીવ્ર વધઘટ થાય છે ત્યારે EPFO દ્વારા રોકાણ પણ મળતી રકમને પણ અસર થાય છે અને ઓછા વળતરના કિસ્સામાં પીએફના વ્યાજ દરમાં ઘટાડો કરવો પડે છે.
પીએફ ખાતાધારકોને હવે નિશ્ચિત વ્યાજ મળશેઃ-
આ યોજના હેઠળ વધારાનું વ્યાજ રિઝર્વ ફંડમાં જમા કરવામાં આવશે જેનાથી EPFOની વ્યાજ આવકમાં ઘટાડો થાય તો પણ ગ્રાહકોને નિશ્ચિત વ્યાજ દર મળી શકશે. આ પગલાથી બજારની વધઘટને કારણે વ્યાજદરોમાં થતા તીવ્ર ફેરફારો ઘટી જશે. આ પહેલ હજુ તેના પ્રારંભિક તબક્કામાં હોવા છતાં આ વર્ષના અંત સુધીમાં તેને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવે તેવી શક્યતાઓ છે. EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ પાસેથી મંજૂરી મળ્યા પછી તેને 2026-27 થી લાગુ કરી શકાય છે.
EPFOના બદલાતા વ્યાજ દરઃ-
જો આપણે અત્યાર સુધીના વ્યાજ દર પર એક નજર કરીએ તો EPFOના વ્યાજ દરો વર્ષોથી બદલાયા કરે છે. 1952-53માં EPFOના વ્યાજ દર ત્રણ ટકા હતા. તે 1989-90 માટે વધીને 12% થઈ ગયા હતા, જે EPFOનો અત્યાર સુધીનો સૌથી વધુ વ્યાજ દર છે. ત્યારબાદ આ 2001-02માં આ દર ઘટીને 9.5% થઈ ગયા હતા અને 2005-06 માં આ દર 8.5% થઈ ગયા હતા. 2010-11 EPFOના વ્યાજ દર ફરીથી વધીને 9.5% થઈ ગયા હતા અને 2011 -12માં આ વ્યાજ દર ઘટીને 8.25% અને 2021-22 માં 8.10 % થયા હતા. 2022-23માં વ્યાજ દર થોડા વધીને 8.15 % થયા હતા. હાલમાં વ્યાજ દર 8.25 ટકા છે.
Also read : ગાંધીજીના ગ્રામ સ્વરાજ્યના વિચારને સમાપ્ત કરવાની જરૂર: ન્યાયામૂર્તિ મુહમ્મદ મુસ્તાક
EPFOના સેન્ટ્રલ બૉર્ડ ઑફ ટ્રસ્ટીઝની બેઠક 28 ફેબ્રુઆરીએ થશે, જેમાં નાણાકીય વર્ષ 2024-25 માટે વ્યાજ દર નક્કી કરવામાં આવશે. જોકે, આ વખતે EPFO વ્યાજ દરમાં ઘટાડો કરે એવી શક્યતા ઘણી જ ઓછી છે.