વધ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ, જાણો મુંબઇના ભાવ
હંમેશની જેમ, આજે એટલે કે બુધવાર, 5 જૂન, 2024 ના રોજ દેશના ઘણા રાજ્યો અને શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરવામાં આવ્યો છે. દેશના કેટલાક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થયું છે તો કેટલાક સ્થળે પેટ્રોલ અને ડીઝલ મોંઘું થયું છે. તેથી જો તમે તમારા વાહનમાં પેટ્રોલ કે ડીઝલ ભરવા જઈ રહ્યા છો, તો તમારા શહેરમાં આજે પેટ્રોલ અને ડીઝલ કેટલી કિંમતે ઉપલબ્ધ છે તે જાણી લેવું તમારા માટે ફાયદાકારક રહેશે. ચાલો જાણીએ કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું ફેરફાર થયા છે.
દેશની રાજધાની દિલ્હી, કોલકાતા અને આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ ફરક નથી પડ્યો. દિલ્હીમાં પેટ્રોલ 94.72 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 87.62 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. કોલકાતામાં પેટ્રોલ 103.94 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 90.76 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. મુંબઇમાં પેટ્રોલ 104.21 રૂપિયા અને ડીઝલ 92.15 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યું છે.
ચેન્નાઇમાં ઇંધણના ભાવમાં વધારો થયો છે. અહીં પેટ્રોલ 100.98 રૂપિયા પ્રતિ લિટર (લિટર દીઠ 23 પૈસાનો વધારો) અને ડીઝલ 92.56 રૂપિયા પ્રતિ લિટર (લિટર દીઠ 22 પૈસાનો વધારો)ના ભાવે વેચાઈ રહ્યું છે.
સમગ્ર ઉત્તર પ્રદેશમાં પેટ્રોલના ભાવમાં 17 પૈસા અને ડીઝલના ભાવમાં 20 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.