Petrol-Diesel Price: આજે બદલી ગયા પેટ્રોલ ડિઝલના ભાવ; જાણો કેટલી છે કિંમત

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. તેના આધારે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નિર્ધારણ થાય છે. જોકે, ઘણા લાંબા સમયથી રાષ્ટ્રીય સ્તરે તેલની કિંમતોમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. જ્યારે આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ રાજ્ય સ્તરે ભાવમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે.
તેલની કિંમત 73 ડોલરને પાર
આજે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 73 ડોલરને પાર કરી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ આજે પ્રતિ બેરલ $73.71 પર ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે WTI ક્રૂડ પ્રતિ બેરલ $70.24 પર ટ્રેડ કરી રહ્યું છે. જ્યારે ભારતની સરકારી ઓઈલ કંપનીઓએ આજે 26 ડિસેમ્બર ગુરુવારના રોજ પણ તમામ મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા છે.
Also Read – આ કારણે ભારતીય શેરબજારને ફટકો, વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ એક્ઝિટ મોડમાં!
મહાનગરોમાં શું છે પેટ્રોલના ભાવ?
આજે દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 94.72 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.21 રૂપિયા છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા પ્રતિ લીટર છે.
મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈમાં ડીઝલની કિંમત
આજે દેશની રાજધાની નવી દિલ્હીમાં ડીઝલની કિંમત 87.62 રૂપિયા છે. મુંબઈમાં ડીઝલની કિંમત 92.15 રૂપિયા છે. કોલકાતામાં ડીઝલની કિંમત 90.76 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નાઈમાં ડીઝલની કિંમત 92.34 રૂપિયા પ્રતિ લીટર છે.