નેશનલ

GST કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રીની જાહેરાત “પેટ્રોલ-ડીઝલને GST દાયરામા લેવાશે”

નવી દિલ્હી: આજે શનિવારે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) 53મી GST કાઉન્સિલની બેઠકની (GST Council Meeting) અધ્યક્ષતા કરી હતી. બેઠક બાદ કેન્દ્રીય નાણાંમંત્રીએ ઘણી મહત્વની જાહેરાત કરી છે. ખૂબજ લાંબા સમયથી જેની માંગ વેપારી વર્ગ કરી રહ્યો છે તે GSTના માળખાને સરળ બનાવવા પર વધુ ભાર મૂકવાની જાહેરાત કરી છે. તેમણે કેટલીક બાબતોને GSTના દાયરામાં રાખીને સામાન્ય લોકોને પણ રાહત આપી છે.

નાણામંત્રીએ કહ્યું, “હું GST કરદાતાઓને ખાતરી આપવા માંગુ છું કે અમારો ઉદ્દેશ્ય તેમના જીવનને સરળ બનાવવાનો છે. અમે GST નિયમોની જટિલતાને ઘટાડવાની દિશામાં કામ કરી રહ્યા છીએ. હું CGST વતી એ વાતને પણ આપણે કહેવા માંગુ છું કે અમે કોઈપણને આડેધડ નોટિસ પાઠવતા નથી. અમે તમામ સક્રિય કરદાતાઓમાંથી માત્ર 1.96%ને જ કેન્દ્રીય GST દ્વારા નોટિસ મોકલવામાં આવી છે.

આ બેઠકમાં આ નિર્ણયો લેવાયા :

  1. કાઉન્સિલે તમામ સોલાર કુકર પર 12 ટકા GST નિર્ધારિત કરવાની ભલામણ કરી છે. પછી ભલે આ કુકર એકલ અથવા દ્વી ઉર્જા સ્ત્રોત હોય.
  2. સામાન્ય માણસોને મળતી સેવાઓ જેવી કે ભારતીય રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટના વેચાણ, રિટાયરિંગ રૂમની સુવિધા, વેઇટિંગ રૂમ, બેટરીથી ચાલતા વાહનો જેવી સુવિધાઓને GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે.
  3. કાઉન્સિલે શૈક્ષણિક સંસ્થાઓની બહાર હોસ્ટેલ આવાસ દ્વારા દર મહિને વ્યક્તિ દીઠ રૂ. 20,000 સુધીની છૂટ આપી છે. તેમણે કહ્યું કે તે વિદ્યાર્થીઓ અથવા વર્કિંગ ક્લાસ માટે છે અને આ લાભ ત્યારે જ ઉઠાવી શકાશે કે જ્યારે જો તમે ઓછામાં ઓછા 90 દિવસ રોકાતા હોવ.
  4. કાઉન્સિલે દૂધના ડબ્બા પર 12 ટકા ટેક્સ દરની ભલામણ કરી છે. તમામ કાર્ટન બોક્સ પર GST 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે.
  5. જીએસટી દરોને તર્કસંગત બનાવવા માટે મંત્રીઓના જૂથ (GoM)ની રચના કરવામાં આવી છે, જે ઓગસ્ટમાં GST કાઉન્સિલને રિપોર્ટ સુપરત કરશે. આ ગ્રુપ ઓફ મિનિસ્ટરના અધ્યક્ષ સ્થાને બિહારના નાયબ મુખ્યમંત્રી રહેવાના છે.

પેટ્રોલ ડીઝલને પણ ટેક્સના દાયરામાં લેવાશે :
નાણામંત્રી નિર્મલા સીતારમણે બેઠકમાં એ સ્પષ્ટતા કરી કે કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવા માંગે છે અને આ માટે કોઈ સુધારાની જરૂર નથી પણ ઇંધણ પર જીએસટી દર નક્કી કરવા માટે રાજ્યોએ અમારી સાથે કામ કરવાની જરૂર છે. GST કાઉન્સિલની બે મહિના બાદ ઓગષ્ટમાં યોજાનાર આગામી બેઠકમાં પેટ્રોલ ડીઝલને જીએસટીના દાયરામાં લાવવા અંગે વધુ સ્પષ્ટતા થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…