તમિલનાડુમાં સિનેમા હૉલ બહાર ફેંકવામાં આવ્યા પેટ્રોલ બોમ્બ…
તિરુનેલવેલીઃ તમિલનાડુમાં ફિલ્મ અમરણને લઈ બબાલ મચી છે. તિરુનેલવેલીમાં કેટલાક અજાણ્યા ઇસમોએ સિનેમા હૉલ બહાર પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. આ થિયેટરમાં અભિનેતા શિવકાર્તિકેયનની ફિલ્મ અમરણ બતાવવામાં આવતી હતી.
આ પણ વાંચો : Punjab: સુખબીર સિંહ બાદલે શિરોમણી અકાલી દળના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું…
ઘટનાની તપાસ કરી રહેલા પોલીસે જણાવ્યું, ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હિન્દુ મુન્નાની સંગઠને કહ્યું, પોલીસે ઘટના બાદ સિનેમાઘરમાં કથિત રીતે પ્રવેશ કરવા પર સંગઠનના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી અને બાદમાં મુક્ત કરી દીધા હતા.
પોલીસે કહ્યું, બે બદમાશોએ મેલપલાયમ સિનેમા પરિસરની દીવાલ અંદર પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. જેમાં કોઈ ઘાયલ થયું નહોતું અને સંપત્તિને પણ નુકસાન પહોંચ્યું નહોતું. ઘટનાની નિંદા કરતા ભારતીય જનતા પાર્ટીના તમિલનાડુ એકમના ઉપાધ્યક્ષ નારાયણ તિરુપતિએ આરોપ લગાવ્યો કે, એસડીપીઆઈ, એમએનએમકે, તૌહીદ જમાત જેવા ઈસ્લામી કટ્ટરપંથી સંગઠનોની પહેલા મેજર મુકુંદ વરદરાજની અમરણ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન તેમની વીરતા માટે મરણોપરાંત અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : આફતાબ પૂનાવાલાને જેલમાં જ મારવાની યોજના બનાવી હતી લોરેન્સ બિશ્નોઇ ગેંગે…
વિરોધ કરનારાને કહ્યું તેમાં મુસલમાનોને આતંકવાદી તરીકે દર્શાવાયા છે, જે સત્ય નથી. તિરુપતિને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટમાં આરોપ લગાવ્યો, ફિલ્મમાં અનેક દ્રશ્યોમાં ભારતીય મુસલમાનોને શહીદ અને દેશભક્તના રૂપમાં બતાવાયા છે. પરંતુ ફિલ્મમાં કાશ્મીરમાં થયેલી આતંકવાદી ગતિવિધિને દર્શાવવાની વાત સહન ન થવાના કારણે કટ્ટરપંથી સંગઠનોએ ફિલ્મ સામે વિરોધ પ્રદર્શનની ધમકી આપી હતી. તેમણે કહ્યું કે, તમિલનાડુના લોકોએ ફિલ્મનું સ્વાગત કર્યુ અને મોટી સફળતા અપાવી. નારાયણે કહ્યં,સફળતા ન પચાવી શકનારા કટ્ટરપંથી સંગઠનો દ્વારા હિંસાનો સહારો લેવામાં આવ્યો અને સિનેમાઘરની બહાર પેટ્રોલ બોમ્બ ફેક્યા હતા.