નેશનલ

બૅન્કો માટે પર્સનલ લૉનના નિયમ કડક બનાવાયા

મુંબઈ: રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાએ બૅન્કો અને નૉન-બૅન્કિંગ ફાઈનાન્શિયલ કંપનીઓ માટે અસુરક્ષિત પર્સનલ લૉનના નિયમો ગુરુવારે વધુ કડક બનાવ્યા હતા.

નવા સુધારા મુજબ લૉનના જોખમની ટકાવારીમાં પચીસ પર્સન્ટેજ પૉઈન્ટનો વધારો કરી અગાઉના ૧૨૫ પૉઈન્ટથી વધારીને ૧૫૦ પૉઈન્ટ કરવામાં આવ્યો છે.

લૉનના જોખમની ટકાવારીમાં કરવામાં આવેલો વધારો હાઉસિંગ, ઍજ્યૂકેશન અને વાહનોની લૉન તેમ જ ચોક્કસ ક્ધઝ્યુમર લૉનને લાગુ નહિ પડે.

આ ઉપરાંત સોના અને સોનાના દાગીના પર લેવામાં આવેલી લૉનને આ નિયમ લાગુ નહિ પડે.

અસુરક્ષિત પર્સનલ લૉન કે વધુ જોખમી લૉન માટે બૅન્કોએ બફર તરીકે વધુ રૂપિયા અનામત રાખવા પડશે.

સરળ શબ્દોમાં કહીએ તો વધુ જોખમી લૉન બૅન્કોની ધિરાણ ક્ષમતા પર લગામ તાણે છે.

તાજેતરમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાન્તા દાસે બૅન્કો અને નૉન-બૅન્કિંગ નાણાંકીય સંસ્થાઓને તેમના જ હિતમાં આંતરિક ચકાસણીની યંત્રણાને વધુ મજબૂત કરવાની અને સલાહ આપી હતી. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button