આગામી એક મહિના સુધી ખૂબ જ સાવધ રહેવું પડશે આ રાશિના જાતકોએ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જયોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ નિર્ધારિત સમય પર એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરે છે અને એને કારણે તમામ રાશિના જાતકો પર એની સારી નરસી અસર જોવા મળે છે. ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. સૂર્યએ 13મી એપ્રિલના રાતે 9.15 કલાકે મેષ રાશિમાં ગોચર કર્યું છે અને આગામી એક મહિના સુધી એટલે કે 13મી મે સુધી સૂર્ય આ રાશિમાં જ બિરાજમાન રહેશે, જેને કારણે અમુક રાશિના જાતકોએ ખૂબ જ સાવધાન રહેવાની ભલામણ જ્યોતિષીઓ દ્વારા કરવામાં આવી છે. આ રાશિના જાતકોના સ્વાસ્થ્યમાં ચઢાવ ઉતાર જોવા મળશે, આર્થિક સંકળામણનો સામનો કરવો પડી શકે છે. આવો જોઈએ કઈ છે આ પાંચ રાશિના જાતકો કે જેમને આગામી એક મહિનો સતર્ક રહેવું પડશે…
જયોતિષ શાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર સૂર્યનું મેષ રાશિમાં ગોચર થવાનું છે. આવી પરિસ્થિતિમાં આ રાશિના જાતકોને આર્થિક સંકટનો સામનો કરવો પડશે. આ સમયગાળામાં વાદ વિવાદ વધી શકે છે. સ્વાસ્થ્યમાં પણ ગડબડ જોવા મળી શકે છે. કાયદાકીય બાબતમાં પણ તમારે સમાધાન કરવું પડી શકે છે. વર્તન અને વાણીમાં મીઠાશ જાળવી રાખો.
સિંહ રાશિના લોકો માટે સૂર્યનું ગોચર અનેક ઉતાર ચઢાવ લઈને આવી રહ્યો છે. આ સમયે માતા પિતાના સ્વાસ્થ્ય ખાસ ધ્યાન રાખો, કારણ કે તેઓ બીમાર પડી શકે છે. નોકરી કરી રહેલા લોકોએ પણ સાચવી રહેવું પડશે. એક મહિનામાં કોઈપણ એવું કામ કરવાનું ટાળો કે જેને કારણે તમારા માન સન્માનને હાનિ પહોંચે.
કન્યા રાશિના લોકો માટે પણ સૂર્યનું મેષ રાશિમાં ગોચર પારિવારિક જીવનમાં ઉથલ પાથલનું કારણ બની શકે છે. ઘરમાં ચાલી રહેલા વાદ વિવાદને કારણે તમારા તાણમાં વધારો થશે. માનસિક શાંતિ હણાઈ જશે. લગ્નનું વિચારી રહેલા લોકોએ પણ થોડી રાહ જોવી પડી શકે છે.
આ રાશિના જાતકો પર પણ સૂર્યના ગોચરની વિપરીત અસર જોવા મળી શકે છે. યાત્રા દરમિયાન આ રાશિના લોકોએ વિશેષ સાવધ રહેવાની જરૂર છે. આ સમયગાળા દરમિયાન કોઈ અઘટિત ઘટના બનવાની શક્યતા છે. કોઈ ખરાબ સમાચાર સાંભળવા મળી શકે છે. જીવનસાથી સાથે વાદ વિવાદ થઈ શકે છે. ભાવનાત્મક રીતે પણ ભાંગી જશો.
કુંભ રાશિના લોકો માટે મેષ રાશિમાં સૂર્યનું આ ગોચર ખૂબ ખૂબ વિપરીત અસર જોવા મળી શકે છે. આંખની સમસ્યા સતાવી શકે છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે. બીમાર પડો તો તરત જ ડોક્ટરની સલાહ લો. કામના સ્થળે વિરોધીઓ તમને હેરાન પરેશાન કરવામાં કોઈ કમી બાકી નહીં રાખે.