Top Newsનેશનલ

મણિપુરમાં સરકારની ૮૪ની સહાયને લોકોએ નકારી પરત કરી; કહ્યું એક આટલી સહાયમાં એક ટંકનું ખાવાનું પણ ન મળે

ઇમ્ફાલ: મણિપુરમાં વિસ્થાપીનનો બોગ બનેલા હજારો લોકોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરતાં નાણાકીય સહાયતાની રકમ પરત કરી દીધી હતી. લોકોએ 84 રૂપિયા પ્રતિ વ્યક્તિ ૮૪ રૂપિયા ભથ્થું આપવાનો જોરદાર વિરોધ કર્યો છે. માહિતી મુજબ, અહીં એક મહિનાના ભોજન ખર્ચને આવરી લેવા માટે ૩૦ દિવસ માટે પ્રતિ વ્યક્તિ દરરોજ ૮૪ રૂપિયા ફાળવવામાં આવે છે.

રાજ્યના ઇમ્ફાલ પૂર્વના સાજીવા સ્થિત આશ્રય કેન્દ્રોમાં રહેતા કુલ ૪૪૬ લોકોએ ઉપ-વિભાગીય કાર્યાલય (SDO) સુધી માર્ચ કરી હતી અને સરકારની ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજના હેઠળ વિતરિત કરવામાં આવેલી રકમ સરકારને પાછી આપી દીધી છે. લોકોએ આ યોજનાને એવો તર્ક આપીને નકારી કાઢી છે કે આટલા રૂપિયા તો તેમની પાયાની જરૂરિયાતો પૂરી કરવા માટે પણ અપૂરતા છે. નોંધનીય છે કે, મે ૨૦૨૩માં વંશીય હિંસા ફાટી નીકળ્યા બાદથી મણિપુરમાં ૬૦,૦૦૦ થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. તેમાંથી ઘણા લોકો હજુ પણ રાહત શિબિરો અથવા પૂર્વ-નિર્મિત આશ્રયસ્થાનોમાં જ રહી રહ્યા છે.

એક પ્રદર્શનકારીએ કહ્યું હતું કે, “દરરોજ ૮૪ રૂપિયા તો એક ટંકના ભોજન માટે પણ પૂરતા નથી. અમે આ રકમ પર ગુજરાન ચલાવી શકીએ તેમ નથી.” એકૌ સદુયેંગખોમન, દોલાઈથાબી, લીતાનપોકપી અને મૈરેનપાટના પ્રદર્શનકારીઓએ દસ દિવસની અંદર તેમના મૂળ ગામોમાં સુરક્ષિત પુનર્વસનની માંગણી કરતું આવેદનપત્ર પણ સુપરત કર્યું હતું. તેમણે એવી ચેતવણી પણ આપી હતી કે જો સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા નહીં મળે તો તેઓ તેમનું આંદોલન વધુ તેજ કરશે. અન્ય એક પ્રદર્શનકારીએ કહ્યું, “આંદોલન દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના માટે સરકાર જવાબદાર રહેશે.”

આ પણ વાંચો…મણિપુરમાં આસામ રાઇફલ્સના જવાનો પર હુમલો: બે જવાનો શહીદ, પાંચ ઘાયલ, રાજ્યપાલે કડક કાર્યવાહીનો આપ્યો આદેશ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button