ટોપ ન્યૂઝનેશનલવેપાર

Paytm Restriction: KYC વગર કરોડોના વ્યવહારો…Paytm આ રીતે RBIના રડાર પર આવ્યું

નલાઈન પેમેન્ટ એન્ડ બિલીંગ કંપની Paytm હાલ મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે. RBI એ Paytm payment bank પર 31 જાન્યુઆરીના રોજ નિયંત્રણો લાદી દીધા હતા. RBIએ Paytmના ફાસ્ટેગ, વોલેટ અને તેના બેંક ખાતામાં પૈસા જમા કરાવવા પર પણ પ્રતિબંધ મુક્યો છે. RBIએ કહ્યું કે પેટીએમ બેંકિંગ સર્વિસ 29 ફેબ્રુઆરી પછી કામ નહીં કરે. નિયમોના ઉલ્લંઘનને કારણે RBIએ પેટીએમ બેંકિંગ સર્વિસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

Paytm પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ લાદવાનું એક મુખ્ય કારણ યોગ્ય ઓળખ વિના બનાવવામાં આવેલા કરોડો ખાતા છે. આ ખાતાઓ હેઠળ KYC પ્રક્રિયા પૂર્ણ થઈ ન હતી. ઉપરાંત ઓળખ વિના આ ખાતાઓમાંથી કરોડો રૂપિયાના વ્યવહારો પણ થયા હતા, જેના કારણે મની લોન્ડરિંગની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.


એક અહેવાલ મુજબ, RBI દ્વારા પ્રતિબંધ લાદવાનું સૌથી મોટું કારણ એ હતું કે Paytm પેમેન્ટ્સ બેંક હેઠળ 1,000 થી વધુ યુઝર્સના ખાતા એક જ PAN સાથે લિંક કરવામાં આવ્યા હતા. RBI અને ઓડિટર બંનેની તપાસમાં જાણવા મળ્યું છે કે Paytm બેંક નિયમોનું પાલન કરી રહી નથી.


મહેસૂલ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જો ફંડના ગેરઉપયોગના કોઈ પુરાવા મળશે તો ED પેટીએમ પેમેન્ટ્સ બેંકની તપાસ કરશે. દરમિયાન, Paytm એ સ્પષ્ટ કર્યું કે કંપની અને One97 કોમ્યુનિકેશનના CEO વિજય શેકર શર્મા મની લોન્ડરિંગ માટે EDની તપાસ હેઠળ નથી. કંપનીએ કહ્યું કે કેટલાક વેપારીઓની પૂછપરછ વિષય છે. બેંક આવી બાબતોમાં સંપૂર્ણ સહકાર આપી રહી છે.


બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ ડિજિટલ પેમેન્ટ કંપની Paytm ના શેર માટે દૈનિક ટ્રેડિંગ મર્યાદા ઘટાડીને 10% કરી છે. છેલ્લા બે દિવસમાં કંપનીના શેરમાં 40 ટકાનો ઘટાડો થયો છે ત્યારબાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.


અત્રે ઉલ્લેખનીય છે કે Paytm પેમેન્ટ્સ બેંક પાસે લગભગ 35 કરોડ ઈ-વોલેટ્સ ખાતાઓ છે. તેમાંથી લગભગ 31 કરોડ સક્રિય નથી, જ્યારે લગભગ 4 કરોડ જ કોઈ રકમ અથવા ખૂબ ઓછી રકમ સાથે ચાલી રહ્યા છે. તેનો અર્થ એ છે PayTM પાસે મોટી સંખ્યામાં નિષ્ક્રિય એકાઉન્ટ્સ છે. જેમાંથી લાખો ખાતાઓમાં KYC અપડેટ કરવામાં આવ્યું નથી.

RBIના નિર્દેશનો બાદ Paytm બ્રાન્ડની માલિકી ધરાવતી One97 Communications Limitedના શેર છેલ્લા બે દિવસમાં 40 ટકા ઘટ્યા છે. શુક્રવારે BSE પર શેર 20 ટકા ઘટીને રૂ. 487.05 થયો હતો. કંપનીનું માર્કેટ કેપ બે દિવસમાં રૂ. 17,378.41 કરોડ ઘટીને રૂ. 30,931.59 કરોડ થયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button