Paytm crisis વચ્ચે Paytm પેમેન્ટ બેન્કના ચેરમેને આપ્યું રાજીનામું
નવી દિલ્હી: રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની કાર્યવાહી બાદ પેટીએમ પેમેન્ટ બેન્ક સામે બંધ થવાનું જોખમ ઊભું થયું છે. Paytm સામે આવેલી આ મુશ્કેલી વચ્ચે Paytm પેમેન્ટ બેન્કના ચેરમેન વિજય શેખર શર્માએ રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમણે પેટીએમ પેમેન્ટ બેન્કના બોર્ડમાંથી પણ રાજીનામું આપ્યું છે.
પેટીએમના ચેરમેન વિજય શેખર શર્માએ રાજીનામું આપ્યા હોવાની જાહેરાત કરવામાં આવી હતી. વિજય શેખર શર્મા પેટીએમ પેમેન્ટ બેન્કના પાર્ટ ટાઈમ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન હતા, જેથી તેમણે રાજીનામું આપતા ફરી બોર્ડની રચના કરવામાં આવશે, એવી માહિતી અધિકારીએ આપી હતી.
વિજય શેખર શર્મા આ પેટીએમ પેમેન્ટ બેન્કના સૌથી મોટા શેર હોલ્ડર હતા જેથી તેમના રાજીનામાથી કંપનીને શેરમાં કેવો કડાકો થશે એ બાબતે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરબીઆઇ દ્વારા પેટીએમની UPI સેવાને 15 માર્ચ પછી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો, અને આ સેવાને શરૂ રાખવા માટે બીજી કોઈ બેન્ક સાથે લિન્ક કરવાનો આદેશ પણ આપવામાં આપ્યો હતો.
પેટીએમ યુપીઆઇ સેવા શરૂ રાખવા માટે આરબીઆઇએ NCPIને પેટીએમને બીજી બેન્ક સાથે મર્જ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આરબીઆઇના આ આદેશથી જે પણ વેપારીઓ અને લોકો પેટીએમ પેમેન્ટ કરે છે કે મેળવે છે તેમને રાહત મળી છે.