પઠાણકોટ હુમલાનો સૂત્રધાર પાકિસ્તાનમાં ઠાર
સિયાલકોટ: પઠાણકોટ હુમલાનો સૂત્રધાર એવાં લિસ્ટેડ આતંકવાદી શાહિદ લતીફની બુધવારે સવારે પાકિસ્તાનનાં સિયાલકોટમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હોવાનાં સમાચાર જાણવા મળ્યાં હતાં.
પંજાબના પઠાણકોટ સ્થિત એરબેઝ પર ૨૦૧૬માં આતંકવાદી હુમલાનો એ સૂત્રધાર હતો. આ હુમલો આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે કર્યો હતો. આ હુમલામાં સેનાના સાત જવાન શહીદ થયા હતા. સરહદ પારથી રશીદ લતીફ આ હુમલાનું સંચાલન કરતો હોવાનું એનઆઇએની તપાસમાં જણાવા મળ્યું હતું. ભારત સરકાર દ્વારા લતીફ લિસ્ટેડ આતંકવાદી હતો. તે જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હતો અને ભારતમાં આતંકવાદીઓના પ્રવેશ અને આતંકવાદી હુમલાની યોજના બનાવવામાં
સામેલ હતો.
લતીફની ૧૨ નવેમ્બર, ૧૯૯૪ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને ૧૬ વર્ષ ભારતીય જેલમાં રહીને ૨૦૧૦માં વાઘા મારફતે તેનો દેશનિકાલ કરવામાં આવ્યો હતો.
આ સિવાય લતીફ ઈન્ડિયન એરલાઈન્સના પ્લેનને હાઈજેક કરવાના કેસમાં પણ આરોપી હતો.
લતીફ સામે ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસ પેન્ડિંગ હતી, પરંતુ અન્ય આતંકવાદીઓની જેમ તે પાકિસ્તાનમાં મુક્તપણે ફરતો હતો અને ભારતમાં હુમલાની યોજના અને અમલમાં સામેલ હતો.