
નવી દિલ્હીઃ વિદેશ જવા માટે પાસપોર્ટ સૌથી મોટો પુરાવો છે. તેના વગર વિદેશ પ્રવાસ કરી શકાતો નથી. પાસપોર્ટને લઈ સરકાર દ્વારા નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. જે મુજબ 1 ઓક્ટોબર, 2023 કે તેના પછી જન્મેલા અરજીકર્તા માટે સરકારી કે તેના સમકક્ષ અધિકારી દ્વારા આપવામાં આવેલા જન્મ પ્રમાણપત્રની જન્મ તારીખ જ માન્ય ગણાશે.
આ ઉપરાંત જે લોકો 1 ઓક્ટોબર, 2024 પહેલા જન્મેલા છે તેઓ જન્મ પ્રમાણપત્રના બદલે જન્મ તારીખ માટે ડ્રાઈવિંગ લાયસન્સ કે સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર જેવા વૈકલ્પિક ડોક્યુમેંટ આપીને પાસપોર્ટ બનાવી શકે છે.
કેન્દ્ર સરકાર દ્વારા આ સપ્તાહે 1980ના પાસપોર્ટ નિયમોમાં સુધારાને લાગુ કરતું એક નોટિફિકેશન જાહેર કર્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ સુધારા ગેજેટમાં પ્રકાશિત થયા બાદ નવા નિયમો લાગુ થઈ જશે. નવા નિયમો મુજબ 1 ઓક્ટોબર, 2023 કે તેના પછી જન્મેલા લોકોની જન્મ તિથિના પ્રમાણ માટે માત્ર જન્મ પ્રમાણપત્ર જ માન્ય રહેશે. આ તારીખ પહેલાના અરજીકર્તા વૈકલ્પિક દસ્તાવેજો જેવાકે ડ્રાયવિંગ લાયસન્સ કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર પણ જમા કરાવી શકે છે.
આ પણ વાંચો…IIT Babaનો આરોપઃ ન્યૂઝ ચેનલમાં બોલાવ્યા બાદ કરી મારામારી
ભારતમાં પાસપોર્ટ વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. આ માટે દેશના વિવિધ રાજ્યોમાં પાસપોર્ટ સેવા કેન્દ્રો આવેલા છે. જ્યાં જઈને પાસપોર્ટ માટે અરજી કરવાની હોય છે. આ માટે કેટલાક જરૂરી દસ્તાવેજ પણ જમા કરાવવાના હોય છે.