ટોપ ન્યૂઝનેશનલ

Farmers Protest:આંદોલનમાં તોફાન મચાવનારા ખેડૂતો પર પોલીસની મોટી કાર્યવાહી, પાસપોર્ટ-વિઝા રદ!

નવી દિલ્હી: Farmers Protest:હરિયાણા પોલીસે અંબાલાની શંભુ બોર્ડર પર તોફાન મચાવનારા આંદોલનકારી ખેડૂતો સામે મોટી કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. કડક કાર્યવાહી કરતા પોલીસે મીડિયા સાથે આવા ઘણા ખેડૂતોના (farmers protesters) ફોટા અને વિડીયો શેર કર્યા છે જેઓ શંભુ બોર્ડર (Shambhu border) પર ઉપદ્રવ મચાવતા જોવા મળ્યા હતા. આ ખેડૂતો સામે કાર્યવાહી કરતા પોલીસે કહ્યું છે કે આવા લોકોના પાસપોર્ટ અને વિઝા રદ (Passport visa cancel) કરવામાં આવશે. હરિયાણા પોલીસના નાયબ પોલીસ અધિક્ષક જોગીન્દર સિંહે કહ્યું કે, અત્યાર સુધી અમે 25 લોકોના ફોટાના આધારે તેમની વિગતો એકત્રિત કરવાનું શરૂ કર્યું છે, કુલ સંખ્યા 100ની આસપાસ હોઈ શકે છે.

આપને જણાવી દઈએ કે આ પહેલા હરિયાણા પોલીસે અંબાલાની શંભુ બોર્ડર પર ખેડૂતોની અશાંતિ સર્જી હોવાની તસવીરો અને વીડિયો જાહેર કર્યા હતા, જેમાં કેટલાક ખેડૂતો પોલીસ પર પથ્થરમારો કરતા જોવા મળે છે. જ્યારે પોલીસ ખેડૂતોને સરહદ પાર કરતા રોકવા માટે ટીયર ગેસના શેલ છોડતી હતી ત્યારે કેટલાક પ્રદર્શનકારીઓએ તેમના પર પથ્થરમારો કર્યો હતો. આ વીડિયો અને તસવીરો જાહેર કરીને પોલીસે સામાન્ય લોકોને આ બદમાશોની ઓળખ કરવામાં મદદ કરવાની અપીલ કરી હતી.

પોતાની માંગણીઓ માટે ખેડૂતોએ દિલ્હી કૂચ બોલાવી છે તેઓ હરિયાણા-પંજાબ બોર્ડર પર છે. હરિયાણા સરકારે પંજાબ સાથેની સરહદો પર બેરિકેડની અનેક લેયર ઊભી કરીને ખેડૂતોનો રસ્તો રોકી દીધો હતો, ત્યારથી ખેડૂતો શંભુ અને ખાનૌની સરહદ પર પડાવ નાખી રહ્યા છે. આ દરમિયાન ખેડૂતોએ બેરિકેડ તોડવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું, જેમાં ઘણા ખેડૂતો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker