નેશનલ

Yogi Adityanath એ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પર પાકિસ્તાનને લઇને કર્યું આ મોટું નિવેદન

લખનૌ :ઉત્તર પ્રદેશના લખનૌમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ પર આયોજિત કાર્યક્રમમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે(Yogi Adityanath) પાકિસ્તાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે પાડોશી દેશ પાકિસ્તાનને લઈને નિવેદન કરતા કહ્યું હતું કે કાં તો પાકિસ્તાન વિલીન થઈ જશે અથવા તો બરબાદ થઈ જશે.

અખંડ ભારતનું સપનું જ આવી ઘટનાઓનો ઉકેલ

મુખ્યમંત્રીએ કહ્યું કે કોંગ્રેસ વિભાજન માટે ક્યારેય માફી નહીં માંગે . કોંગ્રેસને જ્યારે પણ મોકો મળ્યો ત્યારે દેશનું ગળું દબાવી દીધું. તેમના પાપોને ક્યારેય માફ નહિ કરી શકાય. બાંગ્લાદેશમાં 1947માં 22 ટકા હિંદુઓ હતા. આજે માત્ર 7 ટકા છે. આપણી બધી સહાનુભૂતિ એ હિન્દુઓ સાથે હોવી જોઈએ. અખંડ ભારતનું સપનું જ આવી ઘટનાઓનો ઉકેલ હશે.

વિશ્વમાં સંકટ આવે તો લોકો ભારત તરફ જુએ છે

યોગી આદિત્યનાથે કહ્યું કે જો વર્ષ 1947માં ભારતના રાજકીય નેતૃત્વમાં મજબૂત ઈચ્છાશક્તિ હોત તો દુનિયાની કોઈ પણ તાકાત આ અકુદરતી ભાગલા ન કરી શકી હોત. પરંતુ કોંગ્રેસની સત્તાના લોભે ભારતને બરબાદ કરી નાખ્યું. તેઓ જ્યારે પણ સત્તામાં આવ્યા છે ત્યારે તેમણે દેશના ભોગે રાજનીતિ કરી છે.

તેમણે વધુમાં કહ્યું કે વર્ષ 1947માં જ્યારે પંડિત નેહરુ અને કોંગ્રેસ પાર્ટી તિરંગો લહેરાવીને ઉજવણી કરી રહ્યા હતા ત્યારે અસંખ્ય લોકોને તેમની માતૃભૂમિ છોડવાની ફરજ પડી હતી. સીએમ યોગીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતની પ્રગતિ વિશ્વને આશ્ચર્યચકિત કરે છે. તેથી જ જ્યારે વિશ્વમાં ક્યાંય પણ સંકટ આવે છે ત્યારે વિશ્વ ભારત તરફ જુએ છે

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker