ટોપ ન્યૂઝનેશનલ

દેશના ભાગલા એ સૌથી મોટી ઐતિહાસિક ભૂલ: ઓવેસીનું નિવેદન ચર્ચામાં

નવી દિલ્હી: હૈદરાબાદના સાંસદ અને AIMIM ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ દેશના ભાગલા નહતાં થવા જોઈતા એમ કહી આર ઘટનાને એક ઐતિહાસિક ભૂલ ગણાવી છે. આ દેશના ભાગલા થયા એ આપડું દુર્ભાગ્ય છે. એમ પણ ઓવૈસીએ કહ્યું હતું. ત્યારે હવે ઓવૈસીનું આ નિવેદન ચર્ચાનો વિષય બની ગયું છે.

સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ એક પત્રકાર પરિષદમાં સમાજવાદી પાર્ટીના નેતા સ્વામી પ્રસાદ મૌર્યની ટિપ્પણી પર પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં આ નિવેદન કર્યું હતું. આ અંગે ઓવૈસીએ વધુમાં કહ્યું કે, ભારત અને પાકિસ્તાનની સ્થાપના મોહમ્મદ અલી ઝીણાના કારણે નહિ પણ હિન્દુ મહાસભાની માંગણીને કારણે થઈ હતી.

તેમને વધુમાં કહ્યું કે, ઇતિહાસની દ્રષ્ટિએ આ એક જ દેશ હતો અને દુર્ભાગ્યવશ તેના ભાગલા થઈ ગયા અને એ થવું નહતુ જોઈતું. હમણાં હું એટલું જ કહી શકું છું. પણ જો તમે ઇચ્છો તો આ વિષય પર ચર્ચા પણ કરી શકું છું. હું તમને કહીશ કે દેશની ફાળવણી માટે કોણ જવાબદાર છે. એ વખતે થયેલ ઐતિહાસિક ભૂલ અંગે હું એક જ લાઈનમાં વાત કરી શકું છું.

AIMIM ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ દેશના પહેલા શિક્ષ્ણ પ્રધાન મૌલાના પુસ્તક ઇન્ડિયા વિન્સ ફ્રીડમ આ પુસ્તક વાંચવાની સલાહ આપી હતી. ઉપરાંત મૌલાના અબુલ કલામ આઝાદે કઈ રીતે કોંગ્રેસ નેતાઓ પાસે જઈને દેશના ભાગલાનો પ્રસ્તાવ ના સ્વીકારતા એવી વિનંતી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button