નેશનલ

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની આંતરિક ચૂંટણી માટે પક્ષોએ ઉમેદવારોની જાહેરાત કરી

નવી દિલ્હીઃ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન(એમસીડી)ની ૨ જૂને યોજાનારી આંતરિક ચૂંટણી માટે પક્ષોએ ઉમેદવારોની જાહેરાત કરી છે. નામાંકન દાખલ કરવાની છેલ્લી તારીખે વિવિધ રાજકીય પક્ષોએ એમસીડીના ૧૨ ઝોનલ વોર્ડ સમિતિઓમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સ્થાયી સમિતિના સભ્યોના પદો માટે આગામી ચૂંટણીઓ માટે તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

૨૦૨૫-૨૦૨૬ વહીવટી કાર્યકાળ માટે પ્રાદેશિક નેતૃત્વ નક્કી કરવા માટે ૨ જૂને ચૂંટણીઓ યોજાશે. આમ આદમી પાર્ટી(આપ) અને ભારતીય જનતા પાર્ટી(ભાજપ)એ મોટાભાગના મતવિસ્તારોમાં ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે નવી રચાયેલી ઇન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટી(આઇવીપી) પણ પસંદગીના વોર્ડમાં ચૂંટણી લડી રહી છે.

આ પણ વાંચો: આ કારણે સોમવારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી) માં થયો હંગામો

કરોલ બાગ અને સિવિલ લાઇન્સમાં ભાજપે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે. જેથી આપ ઉમેદવારોને પડકારનો સામનો નહીં કરવો પડે. તેનાથી વિપરીત આપએ કેશવપુરમ વિસ્તારમાં ઉમેદવારો ઉતાર્યા નથી. રોહિણી, નરેલા અને શાહદરા સહિતના કેટલાક વિસ્તારોમાં આપ અને ભાજપ ઉમેદવારો વચ્ચે સીધી સ્પર્ધા જોવા મળશે.

શહેર અને સદર પહાડગંજ વિસ્તારમાં આપએ ચેરમેન પદ માટે વિકાસ અને ડેપ્યુટી ચેરમેન પદ માટે પૂજાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ આ વિસ્તારમાં ચૂંટણી લડી રહ્યું નથી. આ જ રીતે કરોલ બાગમાં ભાજપ મેદાનમાં નથી, જ્યારે આપના પુનીત રાય અને ટિમ્સી શર્મા અનુક્રમે ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન પદ માટે ચૂંટણી લડી રહ્યા છે.

આ પણ વાંચો: દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો: 13 કોર્પોરેટરોએ આપ્યા રાજીનામાં, સાથે કરી નવી પાર્ટીની જાહેરાત

કેશવપુરમમાં આપએ પોતાને રેસમાંથી બહાર રાખ્યું છે, જ્યારે ભાજપના વિકેશ સેઠી ચેરમેન પદ માટે અને સુમન કુમારી ડેપ્યુટી ચેરમેન પદ માટે ઉમેદવાર છે. રોહિણીમાં ભાજપના ચેરમેન પદ માટે યોગિતા સિંહને ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે આપએ ડેપ્યુટી ચેરમેન પદ માટે સારીકા ચૌધરીને મેદાનમાં ઉતાર્યા છે. જેથી આ સીધો મુકાબલો થશે.

નરેલામાં પણ આવી જ સ્પર્ધા જોવા મળશે, જ્યાં ભાજપના રાજીવ સંસનવાલ અને ઉમ્મેદ સિંહ અનુક્રમે ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન પદ માટે મેદાનમાં છે. સિવિલ લાઇન્સમાં ભાજપ ચૂંટણી લડી રહી નથી, જ્યારે આપએ અમૃત જૈનને ચેરમેન અને કવિતા ચૌહાણને ડેપ્યુટી ચેરમેન માટે નામાંકિત કર્યા છે.

આ પણ વાંચો: દિલ્હીમાં ભાજપ માટે વૈકુંઠ નાનું ને ભગતડાં ઝાઝાં

પશ્ચિમ ઝોનમાં પણ આપની મજબૂત ઉપસ્થિતિ જોવા મળશે, જ્યાં ગગન ચૌધરી અને મમતા ગુપ્તા અનુક્રમે ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન માટે ચૂંટણી લડી રહ્યા છે. આ ઝોનમાંથી આપના રાફિયા માહિરને સ્ટેન્ડિંગ કમિટી સભ્ય તરીકે નોમિનેટ કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ ઝોનમાં આપના તિલોત્તમા ચૌધરી ચેરમેન પદ માટે ચૂંટણી લડશે, જ્યારે ભાજપના સવિતા ડેપ્યુટી ચેરમેન પદ માટે ચૂંટણી લડશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button