નેશનલ

Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત, રાજયસભામાં પણ હંગામો

નવી દિલ્હી : સંસદના શિયાળુ સત્રનો અંતિમ દિવસ ડો. બાબાસાહેબ આંબેડકરના અપમાન મુદ્દે ચાલી રહેલા રાજકીય વિવાદને ભેટ ચઢી ગયો. જેમાં લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ(Parliament Winter Session)માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આજે ગૃહની શરૂઆતમાં જ થયેલા હોબાળા બાદ અધ્યક્ષે લોકસભાને અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવાની જાહેરાત કરી હતી. જો કે રાજ્યસભાના આ મુદ્દે હોબાળો મચ્યો હતો. જેના પગલે રાજયસભાને 12 વાગે સુધી સ્થગિત કરવામાં આવી છે.

આજે ગૃહની કાર્યસૂચિમાં કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ દ્વારા શુક્રવારે બંને બિલોને સંયુક્ત સમિતિને મોકલવાનો પ્રસ્તાવ છે. આ સમિતિમાં લોકસભાના 27 અને રાજ્યસભાના 12 સભ્યો સામેલ હશે.

કોંગ્રેસે સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી

કોંગ્રેસના સાંસદ મનિકમ ટાગોરે રાજ્યસભામાં ડો. બાબાસાહેબ આંબેડકર પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણી પર ચર્ચા કરવા લોકસભામાં સ્થગન પ્રસ્તાવ લાવવા નોટિસ આપી હતી. અમિત શાહની માફી અને રાજીનામાની માંગ કરી હતી. જ્યારે કોંગ્રેસના સાંસદ કે સુરેશે રાજ્યસભામાં ડો. બાબાસાહેબ આંબેડકર પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણી પર લોકસભામાં સ્થગન પ્રસ્તાવની નોટિસ આપી હતી.

Also Read – રાજ્યસભાના સભાપતિ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને ફગાવ્યો: જાણો વિપક્ષે શું કર્યા હતા છબરડા?

પ્રિયંકા ગાંધી પણ વિરોધમાં જોડાયા

જ્યારે એનડીએ સાંસદોએ સંસદ સંકુલમાં વિરોધ પ્રદર્શન કર્યું અને કોંગ્રેસ પાર્ટી પર ડૉ. બી.આર. આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી રાજ્યસભામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણીના વિરોધમાં ઇન્ડી ગઠબંધનના સાંસદો સાથે જોડાયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button