નેશનલ

Parliament Winter Session: રાજ્યસભા ૧૬ ડિસેમ્બર સુધી સ્થગિત

નવી દિલ્હીઃ રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચેના હોબાળાને પગલે રાજ્યસભાની કાર્યવાહી ૧૬ ડિસેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી હતી. ઉપરાષ્ટ્રપતિ ધનખડ રાજ્યસભાના હોદ્દેદાર અધ્યક્ષ છે. કોંગ્રેસના નેતૃત્વમાં વિરોધ પક્ષોએ ધનખડને હટાવવાનો પ્રસ્તાવ રજૂ કરવા નોટિસ આપી છે, જેમાં તેમના પર ‘અત્યંત પક્ષપાતી’ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

બપોર પહેલાના સત્ર દરમિયાન શાસક પક્ષના ઘણા સાંસદોએ કોંગ્રેસના નેતાઓ પર ધનખડનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે વિપક્ષી પાર્ટી ખેડૂત પુત્રનું અપમાન કરી રહી છે.

આ પણ વાંચો: રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખર સામે કોંગ્રેસ લાવશે અવિશ્વાસ પ્રસ્તાવ; આટલા પક્ષોનું સમર્થન…

ગૃહમાં હોબાળા વચ્ચે ધનખડે કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેને બોલવાની તક આપી હતી. ખડગેએ દાવો કર્યો હતો કે અધ્યક્ષ શાસકપક્ષના સાંસદોને વધુ સમય આપી રહ્યા છે.

તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસનું અપમાન થઇ રહ્યું છે. ધનખડે ખડગે અને ગૃહના નેતા જે. પી. નડ્ડાને દિવસના અંતે અધ્યક્ષની ચેમ્બરમાં મળવા માટે કહ્યું હતું, જેથી કરીને ૧૬ ડિસેમ્બર સુધી ગૃહને સ્થગિત કરતા પહેલા ચાલતા હોબાળાનો અંત લાવી શકાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button