શું મહિલા અનામત બિલ મુદ્દે સોનિયા ગાંધી લોકસભામાં વ્યક્ત કરશે તેમનું મંતવ્ય?
નવી દિલ્હી: નવા સંસદ ભવનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ સાંસદો સાથે પ્રવેશ કર્યા બાદ તેમણે મહિલા અનામત બિલનો પ્રસ્તાવ સૌથી પહેલાં માંડ્યો હતો. આ બિલને લઇને હવે શ્રેયવાદની લડાઇ શરુ થઇ ગઇ છે. કોંગ્રેસનું કહેવું છે કે આ બિલ અમે જ લઇને આવ્યા છીએ. અને હવે જે મોદી સરકાર કરી રહી છે તે માત્ર એક જુમલો છે. હવે સંસદના વિશેષ સત્રમાં આ અંગે ચર્ચા થનાર છે. આ મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી લોકસભમાં વિસ્તારીત ભૂમીકા વ્યક્ત કરે તેવી શક્યતાઓ છે.
કેન્દ્રિય પ્રધાન મંડળે મહિલા અનામત બિલને મંજૂરી આપી છે. મંગળવારે કેન્દ્રિય કાયદા પ્રધાન અર્જુન રામ મેધવાલે નવી લોકસભમાં સૌથી પહેલું બિલ રજૂ કર્યો હતું. આ બિલને નારી શક્તી વંદન અધિનિયમ નામ આપવામાં આવ્યું છે. આ કાયદો તૈયાર થયા બાદ લોકસભામાં મહિલાઓની સંખ્યા 181 થઇ જશે એવી જાહેરાત અર્જુન રામ મેધવાલે કરી હતી. આ બિલ પર આજે અને આવતી કાલે એટલે કે 20 અને 21 સપ્ટેમ્બરના રોજ બે દિવસ ચર્ચા થશે.
જો લોકસભામાં આજે મહિલા અનામત બિલ અંગે ચર્ચા થશે તો એ ચર્ચામાં સોનિયા ગાંધી કોંગ્રેસ તરફથી પોતાની ભૂમિકા સ્પષ્ટ કરી શકે છે. મંગળવારે જ્યારે આ બાબતે સોનિયા ગાંધીને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે આ બિલ અમારું જ છે એમ સોનિયા ગાંધીએ કહ્યું હતું.
ઉપરાંત રાજ્યસભામાં કોંગ્રેસના વિરોધી પક્ષ નેતા મલ્લિકાર્જુન ખરગે મોદી સરકાર અમારું જ બિલ લાવ્યા હોવાનું કહ્યું હતું. કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે પણ આ બિલને લઇને મોદી સરકારની ટિકા કરી છે. 2024ની લોકસભાની ચૂંટણીની પાર્શ્વભૂમી પર આ બિલ જાણીજોઇને લાવવામાં આવ્યું છે. 2014થી મોદી સત્તામાં છે. તો પછી આ બિલ માટે આટલા વર્ષો સુધી રાહ કેમ જોવાઇ આવો પ્રશ્ન પણ સિબ્બલે કર્યો હતો. ત્યારે હવે આ બધાની વચ્ચે આખરે સોનિયા ગાંધી કેવી ભૂમીકા લેશે તે એ મહત્વનો પ્રશ્ન છે.