Parliament Session : સંસદના શિયાળુ સત્રમાં આટલા બિલ રજુ કરાશે, વકફ સંશોધન બિલ પર હંગામાની શકયતા

નવી દિલ્હી : દેશમાં સંસદનું શિયાળુ સત્ર 25 નવેમ્બર સોમવારથી શરુ થશે. જેની માટે કેન્દ્ર સરકારે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. જેમાં કેન્દ્ર સરકાર સંસદના શિયાળુ સત્ર માટે વકફ સંશોધન બિલ સહિત 16 બિલ રજુ કરશે. જેમાં પાંચ નવા બિલનો પણ સમાવેશ થાય છે. આ પાંચ નવા પ્રસ્તાવિત કાયદાઓમાં સહકારી યુનિવર્સિટીની સ્થાપના સાથે સંબંધિત એક બિલ પણ છે. પેન્ડિંગ બિલોમાં વકફ સંશોધન બિલનો પણ સમાવેશ થાય છે જે ચર્ચા માટે રજુ કરવામાં આવશે છે અને પછી બંને ગૃહોની સંયુક્ત સમિતિ લોકસભામાં તેનો અહેવાલ રજૂ કરે તે પછી પસાર થશે.
જેપીસી વકફ બિલ પર રિપોર્ટ સબમિટ કરશે
વકફ સુધારા વિધેયક પર જેપીસીને શિયાળુ સત્રના પ્રથમ સપ્તાહના છેલ્લા દિવસે તેનો અહેવાલ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. શિયાળુ સત્ર 20 ડિસેમ્બર સુધી ચાલશે. પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની અધ્યક્ષતાવાળી સમિતિના અહેવાલના આધારે, હાલમાં ‘વન નેશન વન ઇલેક્શન’ સંબંધિત કોઈ બિલ સૂચિબદ્ધ નથી. કેબિનેટે આ અહેવાલને મંજૂરી આપી દીધી છે. સરકાર દ્વારા રજુ થવામાં આવનાર અન્ય બિલ પંજાબ કોર્ટ્સ (એમેન્ડમેન્ટ) બિલ છે.
આ બિલો પણ આ સત્રમાં રજૂ કરવામાં આવશે
આ ઉપરાંત, કોસ્ટલ શિપિંગ બિલ અને ઈન્ડિયન પોર્ટ્સ બિલ પણ પ્રસ્તાવના અને પસાર કરવા માટે સૂચિબદ્ધ છે. વક્ફ (સુધારા) બિલ અને મુસ્લિમ વક્ફ (રદી) બિલ સહિત આઠ બિલ લોકસભામાં પેન્ડિંગ છે. અન્ય બે રાજ્યસભામાં છે. બીજી તરફ વકફ સુધારા બિલ પર વિચારણા કરી રહેલી સંસદની સંયુક્ત સમિતિમાં સામેલ વિપક્ષી સભ્યોએ સમિતિનો કાર્યકાળ વધારવાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે ડ્રાફ્ટ કાયદામાં થયેલા ફેરફારોનો અભ્યાસ કરવા માટે તેમને વધુ સમયની જરૂર છે.
આ પણ વાંચો Gandhinagar કોર્પોરેશને લાગૂ કરી એડવર્ટાઈઝમેન્ટ પોલિસી, હવે હોર્ડિંગ્સ-બેનર લગાવવા મંજૂરી ફરજિયાત
શું વકફ બિલ પર હંગામો થશે?
સમિતિની બેઠકમાં અધ્યક્ષ અને ભાજપના સાંસદ જગદંબિકા પાલે ગુરુવારે કહ્યું કે હવે સમિતિની છેલ્લી બેઠક થઈ છે. ડ્રાફ્ટ રિપોર્ટ સભ્યોને મોકલવામાં આવ્યો છે. આ પછી વિપક્ષી સભ્યોએ વિરોધ કર્યો અને સૂત્રોચ્ચાર કર્યા. તેમાંથી કેટલાકે લોકસભા સ્પીકર ઓમ બિરલાને ફોન કરીને આ મામલે તેમની દરમિયાનગીરીની માંગ કરી હતી. લોકસભાએ સમિતિને સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રના પ્રથમ સપ્તાહના અંતિમ દિવસે તેનો રિપોર્ટ સોંપવા કહ્યું છે.