સંસદની સુરક્ષાની જવાબદારી કોની છે, જાણો છો?
નવી દિલ્હીઃ નવા સંસદ ભવનમાં શિયાળુ સત્ર દરમિયાન બે અજ્ઞાત શખ્સ દ્વારા કરવામાં આવેલા હુમલાને કારણે આખો દેશ હચમચી ગયો છે દરમિયાન સૌથી મોટો સવાલ સંસદની સુરક્ષા સામે ઉઠાવવામાં આવી રહ્યો છે ત્યારે શું તમને ખબર છે કે સંસદની સુરક્ષાની જવાબદારી કોના ખભે હોય છે અને આખરે આ સુરક્ષા આખરે કેટલા લેયરમાં હોય છે? નહીં ને આજે અમે અહીં તમને એ વિશે જ જણાવ્યું હતું.
સંસદની સુરક્ષા હાલમાં ત્રણ લેયરમાં કરવામનાં આવે છે અને એમાંથી બહારની સુરક્ષા જોવાનું કામ દિલ્હી પોલીસની છે એનો અર્થ એવો થયો કે જો કોઈ સંસદ ભવનમાં જાય છે કે પછી બળજબરી ઘૂસવાનો પ્રયાસ કરે છે તો સૌથી પહેલાં એનો સામનો દિલ્હી પોલીસથી થશે. ત્યાર બીજું લેયર છે પાર્લિયામેન્ટ ડ્યુટી ગ્રુપનું અને ત્રીજું લેયર હોય છે પાર્લિયામેન્ટ્રી સિક્યોરિટી સર્વિસનું. પાર્લિયામેન્ટ્રી સિક્યોરિટી સર્વિસ રાજ્યસભા અને લોકસભા માટે અલગ અલગ હોય છે.
વાત કરીએ પાર્લિયામેન્ટ સિક્યોરિટી સર્વિસીઝની તો રાજ્યસભા અને લોકસભા બંનેની પાસે પોત-પોતાની પર્સનલ સિક્યોરિટી સર્વિસ હોય છે. 2009માં આ સિક્યોરિટી સર્વિસ અસ્તિત્વમાં આવી હતી એ પહેલાં સુધી તેને વોચ એન્ડ વોર્ડના નામે ઓળખવામાં આવતી હતી. આ સિક્યોરિટી સર્વિસનું કામ હોય છે સંસદમાં એક્સેસને કન્ટ્રોલ કરવી, સ્પીકર, સભાપતિ, ઉપ સભાપતિ અને સાંસદોને સુરક્ષા પૂરી પાડવી.
બીજી બાજું પાર્લિયામેન્ટમાં સિક્યોરિટી સર્વિસનું કામ સામાન્ય નાગરિકો, પત્રકારની સાથે સાથે એવા લોકો વચ્ચે ક્રાઉડ કન્ટ્રોલ કરવાનું પણ હોય છે. આ સિવાય સંસદમાં પ્રવેશ કરનારા સાંસદોની ઓળખ કરવાનું, તેમના સામાનની ફ્રીસ્કિંગ કરવી અને સ્પીકર, રાજ્યસભાના સભાપતિ, ઉપસભાપતિ, રાષ્ટ્રપતિ વગેરેની સુરક્ષઙાને ડિટેલ સાથે લાઈઝનિંગ કરવાનું કામ પણ આ સિક્યોરિટી સર્વિસનું છે.
આ સિવાય વીઆઈપી અને પ્રધાનોને મળનારી Y, Z અને Z+ સિક્યોરિટીની વાત કરીએ તો આ સુરક્ષા તેમને તેમના મોભા અને હોદ્દા પ્રમાણે આપવામાં આવે છે. જ્યાં ગૃહ પ્રધાન અને વડા પ્રધાનને Z+ સિક્યોરિટી આપવામાં આવે છે એ જ રીતે વિવિધ વીઆઈપી લોકોને અલગ અલગ કેટેગરીની સુરક્ષા પૂરી પાડવામાં આવે છે. જે પ્રધાનોને Y, Z અને Z+ સિક્યોરિટી આપવામાં આવે છે એમને પણ સંસદમાં પ્રવેશતાં પહેલાં પોતાના સિક્યોરિટી ગાર્ડ્સને બહાર છોડીને જવા પડે છે.