Parliament security breach: ક્રાંતિકારી વિચારો, ‘માસ્ટરજી’ તરીકે ઓળખાતો માસ્ટરમાઈન્ડ કોણ છે…

નવી દિલ્હી: ગયા બુધવારે સંસદની સુરક્ષામાં ચૂક થઇ હતી, લોકસભાની કાર્યવાહી દરમિયાન બે યુવકો અંદર ઘૂસી ગયા હતા અને અન્ય બે એ સંસદનાં પરિસરમાં દેખાવો કર્યા હતા. પ્રદર્શનકારીઓએ ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ અને ‘તાનાશાહી નહીં ચલેંગી’ના નારા લગાવ્યા હતા. આ પછી વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે. દિલ્હી પોલીસે આ કેસના માસ્ટરમાઇન્ડ લલિત ઝાની ધરપકડ કરી છે. લલિત ઝા કોણ છે દેશભરમાં ચર્ચા ચાલી રહી છે.
મૂળ બિહારના દરભંગા જિલ્લાના વતની 37 વર્ષીય લલિત ઝા લગભગ બે દાયકાથી કોલકાતામાં રહેતો હતો. ભાડાના મકાનમાં રહેતો હતો, ત્યાંના તેમના પડોશીઓ માટે લલિત ઝા સંપૂર્ણપણે અલગ વ્યક્તિ હતો. લલિત બગુઆટીમાં એક ભાડાના એપાર્ટમેન્ટમાં રહેતો હતો, જ્યાં તે તેના પિતા દેબાનંદ ઝા, માતા અને નાના ભાઈ સોનુ સાથે રહેતો હતો. લલિતનો મોટો ભાઈ શંભુ ઝા પરિણીત છે અને પરિવારથી દૂર રહે છે. લલિત બાળકોને ટ્યુશન ભણાવતો હોવાના કારણે સ્થાનિક લોકો તેને ‘માસ્ટરજી’ તરીકે ઓળખતા હતા. આજુબાજુના રહેવાસીઓ તેને એક મૃદુભાષી વ્યક્તિ તરીકે ઓળખતા હતા, જે આ વિસ્તારમાં તમામ પ્રકારના મેળાવડામાં ભાગ લેતો હતો.
લલિત ઝા એ 24 નવેમ્બરના રોજ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં જાણીતા કવિ બિક્રમ સિંહ ‘નારાયણ’નો એક દોહો લખ્યો હતો “પરમ પ્રિયા રાખીયે, શાંતિ કો હી, મગર યુદ્ધ સે ના રાખીએ ગુરેજ; વો ઉતના કુચલા જાતા હૈ ઇસ દેશમેં, જો જીતના અધિક કરતા પરહેજ’
5 નવેમ્બરના રોજ એક પોસ્ટમાં લલિતે લખ્યું હતું કે, “જે કોઈ પણ આજીવિકાના અધિકારની વાત કરે છે, પછી ભલે તે કોઈ પણ હોય, તે ચોક્કસપણે સામ્યવાદી કહેવાશે.” લલિત ઝાએ 1 નવેમ્બરના રોજ તેમના ઇન્સ્ટાગ્રામ પર નેતાજી સુભાષ ચંદ્ર બોઝની તસવીરો સાથે બીજી પોસ્ટ મૂકી, લખ્યું, “એક વ્યક્તિ એક વિચાર માટે મરી શકે છે. પરંતુ તે વિચાર તેના મૃત્યુ પછી હજારો જીવનમાં અવતરશે.”
બે દિવસ પહેલા અપલોડ કરવામાં આવેલી તેમની છેલ્લી પોસ્ટ સંસદમાં સુરક્ષા ભંગનો વીડિયો હતો, જેમાં આરોપીઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. તેમના પ્રોફાઈલ ફોટો પર સ્વામી વિવેકાનંદના ફોટો સાથે 26 ઓક્ટોબરના રોજ તેમણે લખ્યું હતું કે, “ભારત એ આજ ચાય બોમા, ઓત્તાચાર ઓબિચર, અન્યા એર બિરુદ્દગે તિબ્રો ધોની (ભારતને એક બોમ્બની જરૂર છે, જુલમ સામે બુલંદ અવાજ કરે).”
લલિત ઝાએ 7 ડિસેમ્બરે સશસ્ત્ર દળ ધ્વજ દિવસ અને સ્વાતંત્ર્ય સેનાની જતીન્દ્રનાથ મુખર્જી (બાઘા જતિન)નો જન્મદિવસ ઉજવ્યો હતો. પરંતુ કોલકાતાના બારાબજાર વિસ્તારમાં જ્યાં તેઓ ગયા વર્ષ સુધી 10 ડિસેમ્બરે લલિતે તેની બગુઆટી મકાનમાલિકને કહ્યું કે તેનો પરિવાર થોડા મહિનાઓ માટે બિહારમાં તેના વતન ગામ જઈ રહ્યો છે, પરંતુ તે કોલકાતામાં રહેશે. તે દિવસે સાંજે તેઓ એમ કહીને નિવાસસ્થાનેથી નીકળી ગયા કે તેમને દિલ્હીમાં કોઈ અગત્યનું કામ છે અને થોડા દિવસોમાં પાછા આવશે.
બગુઆટીમાં લલિતના પાડોશીએ કહ્યું, “તે એક સજ્જન વ્યક્તિ છે. અમે ક્યારેય લલિતને કોઈ ખરાબ વર્તન કરતા જોયા નથી. પરંતુ જ્યારે અમે ટીવી પર તેની તસવીરો જોઈ ત્યારે અમે ચોંકી ગયા. પોલીસ અમારું નિવેદન નોંધવા અહીં આવી હતી.”
બારાબજારના એક વેપારી જણાવ્યું હતું કે, “માસ્ટરજી આ વિસ્તારમાં તમામ પ્રકારના સામાજિક કાર્યોમાં ભાગ લેતા હતા કારણ કે તેઓ કેટલીક NGO સાથે સંકળાયેલા હતા. મેં તેને પહેલીવાર ટીવી ચેનલો પર જોયા, ત્યારે મેં ત્રણ વાર તપાસ કરી કે આ તેઓ જ છે.”