નેશનલ

બે નહી પરંતુ ત્રણ લોકો સંસદમાં હોબાળો કરવાના હતા પરંતુ આ કારણસર પ્લાનમાં છેલ્લી ઘડીએ થયો ફેરફાર….

નવી દિલ્હીઃ સંસદ સુરક્ષા લેપ્સ કેસમાં જેમ જેમ ધરપકડ થઈ રહી છે. તેમ તેમ એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યા છે. હાલમાં જ ઘટનાના માસ્ટરમાઇન્ડ લલિત ઝા સાથે મહેશ શર્મા નામના અન્ય એક આરોપીએ પણ આત્મસમર્પણ કર્યું છે. મહેશ સંસદમાં હોબાળો મચાવવા માટે આવવાનો હતો. પરંતુ છેલ્લી ઘડીએ પ્લાન બદલાઈ ગયો હતો. પ્લાન બદલાઇ જવાનું કારણ એ હતું કે જ્યારે હોબાળો કરીને બધા સંસદની બહાર નીકળે તો તરત જ તે બધાને ઠેકાણે પાડવા માટે કોઇ જોઇએ એટલે મહોશને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યો હતો.

પ્લાનિંગ દરમિયાન નક્કી કરવામાં આવ્યું હતું કે જ્યારે આ લોકો ઘટનાને અંજામ આપીને ફરાર થશે ત્યારે મહેશ તેમના રહેવાની વ્યવસ્થા કરશે અને એટલે જ મહેશને દિલ્હી લાવવામાં આવ્યો નહોતો. ઘટનાને અંજામ આપ્યા બાદ લલિત 13મી ડિસેમ્બરે રાત્રે 10ના સુમારે બસમાં દિલ્હીથી નાગૌર પહોંચ્યો હતો. જ્યાં મહેશે પહેલેથી જ હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરી હતી અને તે સમયે તેમને તેમને ખબર પડી કે પોલીસ તેમને શોધી રહી છે, ત્યારે આ લોકો નાગૌરથી દિલ્હી આવ્યા અને પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું. પોલીસે જણાવ્યું હતું કે મહેશ મજૂરીનું કામ કરે છે.


મહેશ અને કૈલાશ કઝીન છે. જ્યારે લલિત ઝા 13 ડિસેમ્બરે ફરાર થયો તે સમયે પણ તે મહેશ અને કૈલાશના સીધા સંપર્કમાં હતો. મહેશે જ લલિત ઝાને છુપાવાની વ્યવસ્થા કરી હતી. જેથી પોલીસ તેના સુધી પહોંચી ન શકે. હાલના સમયમાં તમામ મોબાઈલ ફોન ગાયબ કરવામાં મહેશ અને કૈલાશની ભૂમિકા શંકાસ્પદ માનીને ગુમ થયેલા ફોન અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસમાં અત્યાર સુધીમાં નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button