નવી દિલ્હી : સંસદના ચોમાસુ સત્ર(Parliament Monsoon Session)પૂર્વે પીએમ મોદીએ સંબોધન કર્યું અને વિપક્ષી પાર્ટીઓને સકારાત્મક રાજનીતિ કરવાની સલાહ આપી. પીએમ મોદીએ 23 જુલાઈએ રજૂ થનારા બજેટનો પણ ઉલ્લેખ કર્યો છે.સંસદનું ચોમાસુ સત્ર 22 જુલાઈ સોમવારથી શરૂ થઈ રહ્યું છે. આ સત્રમાં દેશનું બજેટ રજૂ કરવામાં આવશે. સત્રની શરૂઆત પહેલા પીએમ મોદીએ સંસદની બહાર રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે આજે શ્રાવણનો પહેલો સોમવાર છે. આ શુભ દિવસે એક મહત્વપૂર્ણ સત્ર શરૂ થઈ રહ્યું છે. હું દેશવાસીઓને શ્રાવણનાં પહેલા સોમવારની શુભેચ્છા પાઠવું છું. આજે આખો દેશ વિચારી રહ્યો છે કે આ સકારાત્મક સત્ર હોવું જોઈએ.
આવું 60 વર્ષમાં પહેલીવાર બન્યું
પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે હું આને ભારતના લોકતંત્રની ભવ્ય યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન તરીકે જોઉં છું. અંગત રીતે, મારા માટે અને અમારા બધા સાથીઓ માટે આ ખૂબ જ ગર્વની વાત છે કે લગભગ 60 વર્ષ પછી, કોઈ સરકાર ત્રીજી વખત ફરી આવી છે અને ત્રીજી ઇનિંગનું પ્રથમ બજેટ રજૂ કરે છે.
લોકશાહીનું ગળું દબાવવામાં આવ્યું છે – પીએમ મોદી
પોતાના સંબોધનમાં પીએમ મોદી પણ વિપક્ષ પર નારાજ દેખાયા. પીએમ મોદીએ કહ્યું કે ગયા સત્રમાં વિપક્ષ દ્વારા લોકશાહીનું ગળું દબાવવામાં આવ્યું હતું. દેશના વડાપ્રધાનનો અવાજ અઢી કલાક સુધી દબાવી દેવામાં આવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે સંસદ દેશ માટે છે કોઈ પાર્ટી માટે નહીં.
બજેટનો પણ ઉલ્લેખ
પીએમ મોદીએ 23 જુલાઈએ રજૂ થનારા બજેટનો પણ ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે અમે આવતીકાલે જે બજેટ રજૂ કરીશું તે અમૃતકાલનું મહત્વનું બજેટ છે. અમને પાંચ વર્ષની તક મળી છે, આ બજેટ તે પાંચ વર્ષ માટે અમારી દિશા નક્કી કરશે. આ બજેટ 2047 સુધીમાં વિકસિત ભારતના સપનાઓને મજબૂત બનાવશે. દરેક નાગરિક માટે એ ખૂબ જ ગર્વની વાત છે કે મોટી અર્થવ્યવસ્થા ધરાવતા દેશોમાં ભારત સૌથી ઝડપથી વિકસતો દેશ છે. છેલ્લા 3 વર્ષમાં અમે સતત 8 ટકા વૃદ્ધિ સાથે આગળ વધી રહ્યા છીએ.
Also Read –