નેશનલ

કોણ છે સંસદમાં ઘૂસેલા બે જણ, જાણી લો એક જ ક્લિક પર…

નવી દિલ્હી: લોકસભામાં ચાલી રહેલાં શિયાળુ સત્ર દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં મોટી ચૂક થઈ હોવાની ઘટનાથી આખા દેશમાં ખળભળાટ મચી ગયો છે અને હવે હુમલાખોરની ઓળખ પણ છતી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભામાં કાર્યવાહી દરમિયાન બે શંકાસ્પદ લોકો સંસદ ભવન સામેના પરિવહન ભવનમાંથી સિક્યોરિટી કોર્ડન તોડીને લોકસભાની વેલ સુધી પહોંચી ગયા હતા. ઘૂસી ગયેલાં બેમાંથી એક જણ સાંસદની ખુરશી પર કૂદકો મારીને બચવા માટે એકથી બીજા ટેબલ પર કૂદકો માર્યો હતો. આ દરમિયાન હુમલાખોરે રંગબેરંગી સ્પ્રે છાંટીને નારેબાજી પણ કરી હતી.


જોકે, બાદમાં પોલીસ દ્વારા આ બંનેની ધરપકડ કરવામાં આવી છે અને બંનેની ઓળખ પણ છતી કરવામાં આવી છે. જોકે, આ ઓળખ વિશે કોઈ પણ સત્તાવાર માહિતી સામે આવી નથી. આવો જોઈએ કોણ છે એ બે જણ જેમણે થોડીક ક્ષણો માટે તમામ લોકોના શ્વાસ રોકી દીધા હતા.


સોશિયલ મીડિયા વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં એવું પણ જોવા મળી રહ્યું છે કે એક હુમલાખોરનો બૂટ નીકળી ગયો હતો પરંતુ તેણે બૂટને હાથમાં ઉપાડી લીધો હતો. ત્યાર બાદ પાંચથી સાત સુરક્ષાકર્મીઓએ હુમલાખોરોને ઘેરી લઈને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો. પોલીસે બંને હુમલાખોરને હાલ તો કસ્ટડીમાં લઇ લીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે. મળી રહેલી માહિતી અનુસાર બંને હુમલાખોર મૈસુરના સાંસદ પ્રતાપ સિંહાના મહેમાન તરીકે આવ્યા હતા.


પોલીસે કસ્ટડીમાં લીધેલા બંને હુમલાખોરની ઓળખ નિલમ સિંહ (નિવાસી- રેડ સ્ક્વેર માર્કેટ, હિસાર, ઉંમર 42 વર્ષ) અને અમોલ શિંદે, ધનરાજ શિંદેના પુત્ર, (મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી, ઉંમર 25 વર્ષ) તરીકે કરવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, હુમલાખોરોના નામ અંગેની કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ અનેક ન્ચુઝ ચેનલ્સ અને વેબસાઈટ્સ પર હુમલાખોર તરીકે આ જ નામ સામે આવ્યા હતા.


દરમિયાન સંસદની સુરક્ષા થયેલી મોટી ચૂક બાદ હવે ફરી અઢી વાગ્યાની આસપાસ લોકસભાની કાર્યવાહી ફરીથી શરૂ થઇ ગઇ છે અને સ્પીકર ઓમ બિરલાએ આ બાબતે કહ્યું હતું કે ‘આ મામલે તપાસ શરૂ થઇ ગઇ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, તે માત્ર ધુમાડો હતો એટલે ચિંતા કરવાની જરૂર નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button