નેશનલ

સંસદે વચગાળાનું બજેટ મંજૂર કર્યું

નવી દિલ્હી : સંસદે ગુરૂવારે ૨૦૨૪-૨૫ વર્ષ માટેનું વચગાળાનું બજેટ મંજૂર કરવાની કવાયત પૂરી થઈ હતી. રાજ્યસભાએ નાણા ખરડો ૨૦૨૪ અને સંબંધિત વિનિયોગ વિધેયક પાછા મોકલાવ્યા હતા.

ઉપલા ગૃહે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર સંબંધિત વિનિયોગ વિધેયક લોકસભામાં પાછા મોકલાવ્યા હતા.

બુધવારે લોકસભાએ આ ખરડા મંજૂર કર્યા હતા. રાજ્યસભા એપ્રોપ્રિયેશન (વોટ ઓન અકાઉન્ટ) ખરડો, ૨૦૨૪, એપ્રોપ્રિયેશન બિલ, ૨૦૨૪, જમ્મુ અને કાશ્મીર એપ્રોપ્રિયેશન (નંબર -૨) બિલ, ૨૦૨૪, જમ્મુ અને કાશ્મીર એપ્રોપ્રિયેશન બિલ, ૨૦૨૪ અને નાણા ખરડો-૨૦૨૪ને લોકસભામાં પાછા મોકલ્યા હતા. રાજ્યસભાએ આ નાણા ખરડા લોકસભાને પાછા મોકલતાં બજેટ મંજૂર કરવાની પ્રક્રિયા પૂરી થઈ હતી. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button