પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના એક કોચમાં આગ, કોઈ જાનહાનિ નહી | મુંબઈ સમાચાર
નેશનલ

પંજાબમાં ગરીબ રથ એક્સપ્રેસના એક કોચમાં આગ, કોઈ જાનહાનિ નહી

સરહિંદ: પંજાબના અમૃતસરથી બિહારના સહરસા જઈ રહેલી ગરીબ રથ એક્સપ્રેસ ટ્રેનમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં ટ્રેનના એક કોચમાં આગ લાગતા લોકોમાં નાસભાગ મચી હતી. તેમજ અનેક મુસાફરો ટ્રેનમાંથી કુદીને ભાગ્યા હતા. આ અંગે મળતી માહિતી મુજબ પંજાબના સરહિંદ રેલ્વે સ્ટેશન પર ટ્રેન નંબર 12204 અમૃતસર-સહરસા ગરીબ રથ એક્સપ્રેસના એક કોચમાં આગ લાગી હતી.

દુર્ઘટના સવારે 7:30 વાગ્યાની આસપાસ બની

આ અંગે મળતી માહિતી મુજબ સવારે 7:30 વાગ્યાની આસપાસ અમૃતસર-સહરસા ગરીબ રથ એક્સપ્રેસ સરહિંદ રેલ્વે સ્ટેશન પરથી પસાર થઈ રહી હતી. ત્યારે એક કોચમાં અચાનક આગ લાગી હતી. જોકે, ટ્રેનના એક કોચમાં આગ લાગતા મુસાફરોમાં નાસભાગ મચી હતી. તેમજ કેટલાક મુસાફરો ટ્રેનમાંથી કુદી પડ્યા હતા.

આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો

આ અંગે દુર્ઘટના અંગે માહિતી મળતા જ રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ મુસાફરોને બીજા કોચમાં શિફ્ટ કર્યા હતા. તેમજ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. તેમજ આ દુર્ઘટનામાં કોઈને ઈજા નથી થઈ. તેમજ ટ્રેનને ઝડપથી રવાના પણ કરવામાં આવશે.

આ પણ વાંચો…ગોરેગામના ફ્લૅટમાં આગ: ગૂંગળામણને કારણે માતા-પુત્ર હૉસ્પિટલમાં…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button