J & K Polls: કાશ્મીરમાં 300 પેરામિલિટરી કંપની તહેનાત કરાશે

જમ્મુઃ વધતા આતંકવાદી હુમલાઓ વચ્ચે આ વખતે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે, જેથી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં ૧૮ સપ્ટેમ્બરથી શરૂ થનારી ત્રણ તબક્કાની વિધાનસભા ચૂંટણી (J & K Polls)ઓ પહેલા કેન્દ્રશાસિત પ્રદેશમાં અર્ધલશ્કરી દળોની ૩૦૦થી વધુ વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં ઉમેદવાર જાહેર કર્યાના કલાકોમાં PM Modiની રેલીનો માસ્ટરપ્લાન તૈયાર
અધિકારીઓના જણાવ્યા અનુસાર જમ્મુ-કઠુઆ રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ(ડીઆઇજી) શિવ કુમાર શર્મા બુધવારે રાત્રે બારી બ્રાહ્મણ રેલ્વે સ્ટેશનના પોલીસ રિસેપ્શન સેન્ટર(પીઆરસી) પર પહોંચેલા દળોનું સ્વાગત કરવા પહોંચ્યા હતા.
અધિકારીઓએ જણાવ્યું કે ડીઆઇજી શર્માએ અર્ધલશ્કરી દળો માટે આવાસ સુવિધાઓનું મૂલ્યાંકન કર્યું અને અધિકારીઓને તેમની ફરજોની સંવેદનશીલતા અને મહત્વ વિશે જાણકારી આપી હતી. તેમજ સ્થાનિક પોલીસ દળો સાથે સંપૂર્ણ સહયોગ પર ભાર મૂક્યો હતો.
આ પણ વાંચો: કાશ્મીરમાં કલમ 370 લાગુ કરવાની જાહેરાતથી તમે સંમત છો? ભાજપનો ઉદ્ધવ-કૉંગ્રેસને સવાલ
તેમણે વધુમાં કહ્યું કે વરિષ્ઠ અધિકારીઓ સાથે ડીઆઇજીએ સુરક્ષા કર્મચારીઓ દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને પણ સંબોધિત કરી અને તેમને તાત્કાલિક સમાધાનની ખાતરી આપી હતી. કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન સુરક્ષા જાળવી રાખવા માટે આ અર્ધલશ્કરી દળોને જમ્મુ, કઠુઆ અને સાંબા જિલ્લામાં તૈનાત કરવામાં આવશે.