નેશનલસ્પેશિયલ ફિચર્સ
પપૈયું સ્વાસ્થય માટે ખૂબ જ સારું, પણ જો તમે આ બીમારીથી પીડાતા હોવ તો ચેતી જજો
આજકાલ તમે રેકડીમાં પપૈયું જોઈ તરત લઈ લો છો. ફાઈબરયુક્ત પપૈયું ખાવામાં રસદાર અને સ્વાસ્થ્યથી ભરપૂર છે. પપૈયામાં ઘણા મિનરલ્સ હોય છે જે તેને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. ફાઈબરથી ભરપૂર પપૈયા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તેનું સેવન વજનને નિયંત્રિત અને ઘટાડવામાં પણ મદદ કરે છે. પાચન માટે પપૈયુ ઘણું જ ફાયદાકારક છે, તો જે મહિલાઓને માસિક ધર્મ દરમિયાન બરાબર રક્તસ્ત્રાવ થતો ન હોય તો પણ પેપૈયુ ફાયદો કરાવે છે. ડાયાબિટીસ, હાર્ટ અને કેન્સરના દર્દીઓ માટે પપૈયું ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ એવી ઘણી બીમારીઓ છે જેમાં પપૈયાનું સેવન સમસ્યા વધારી શકે છે. અમુક બીમારીઓ કે શારીરિક સ્થિતિઓમાં પપૈયું તકલીફ આપી શકે છે.
આ પણ વાંચો : Health: જેટલા દર્દ તેટલી દવાઓઃ તમારી સમસ્યાઓનું નિવારણ છે આ પાણી
- એલર્જી ધરાવતા લોકો : જે લોકો કોઈપણ પ્રકારની એલર્જીની તકલીફ હોય તેમણે પપૈયું ન ખાવું જોઈએ. પપૈયાની અંદર ચિટીનેઝ નામનું એન્ઝાઇમ હોય છે. આ એન્ઝાઇમ લેટેક્સ સાથે મળી સમસ્યા વધારી શકે છે. આથી એમ બને કે તમને પપૈયું ખાવાથી છીંક, શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અથવા આંખ સંબંધિત સમસ્યાઓ વધારે હેરાન કરે.
- કિડનીની પથરીથી પરેશાનઃ જો તમને કિડનીમાં પથરી હોય તો તમારે પપૈયું ન ખાવું જોઈએ. પપૈયામાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે, જે એક એન્ટીઓક્સીડેન્ટ છે. વધુ પડતું પપૈયું ખાવાથી કિડનીમાં પથરીની સમસ્યા વધી શકે છે. પપૈયું ખાવાથી કેલ્શિયમ ઓક્સાલેટની સ્થિતિ થઈ શકે છે જે મોટી કિડની પત્થરો તરફ દોરી શકે છે.
- હ્રદયના ધબકારા વધુ કે ઓછા થઈ શકે છેઃ પપૈયું હૃદય માટે સારું માનવામાં આવે છે, પરંતુ જો તમને અનિયમિત ધબકારા ની સમસ્યા હોય તો તમારે પપૈયું ના ખાવું જોઈએ. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે પપૈયામાં સાયનોજેનિક ગ્લાયકોસાઇડ હોય છે, જે એક પ્રકારનો એમિનો એસિડ છે. આ પાચન તંત્રમાં હાઇડ્રોજન સાયનાઇડ ઉત્પન્ન કરે છે. જો તમે અનિયમિત હાર્ટબીટની સમસ્યાથી પરેશાન છો તો પપૈયું ખાવું તમારા માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
- ગર્ભાવસ્થા દરમિયાન ઃ ગર્ભવતી મહિલાઓને પપૈયુ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. આનું કારણ કે પપૈયામાં લેટેક્સ હોય છે, જે ગર્ભાશયના સંકોચનને ઉત્તેજિત કરી શકે છે. જેના કારણે બાળક સમય પહેલા જન્મી શકે છે. આ સાથે પપૈયામાં પપૈન હોય છે, જેને શરીર પ્રોસ્ટાગ્લાન્ડિન માની શકે છે. જેના કારણે પ્રસવ પીડા કૃત્રિમ રીતે પ્રેરિત કરી શકાય છે. પપૈયું ખાવાથી ગર્ભને ટેકો આપતી પટલ પણ નબળી પડી શકે છે.
- હાઈપોગ્લાયસીમિયાવાળા દરદી માટેઃ ડાયાબિટીસથી પીડિત લોકો માટે પપૈયા ફાયદાકારક છે. આ બ્લડ શુગર લેવલ ઘટાડવામાં મદદ કરે છે. પરંતુ જેમનું બ્લડ શુગર લેવલ પહેલાથી જ ઓછું હોય તેવા લોકોએ પપૈયું ન ખાવું જોઈએ. એટલે કે જે લોકો હાઈપોગ્લાયસીમિયાથી પીડિત છે તેઓએ પપૈયું ખાવાનું ટાળવું જોઈએ. આનાથી ઝડપી ધબકારા અથવા શરીરના ધ્રુજારી થઈ શકે છે.