નેશનલસ્પેશિયલ ફિચર્સ

તમે પણ લઈ શકો છો 200 રૂપિયામાં હીરાની ખાણ, એક હીરો પણ મળી ગયો તો થઈ જશે બેડો પાર…

મધ્યપ્રદેશના પન્નાથી એક મહત્ત્વની સમાચાર સામે આવી રહ્યા છે અને અહીં એક મજૂરને ખાણમાંથી એક હીરો મળી આવ્યો હતો અને એની કિંમત 80 લાખ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે. લીલામીમાં તો આની કિંમત હજી પણ વધી શકે છે, એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે. હવે તમને થશે કે હીરાની ખાણમાંથી તો હીરા મળવાના જ છે ને એમાં શું મોટી વાત છે? પણ બોસ, કહાનીમાં ટ્વીસ્ટ તો હવે આવે છે. મજૂરને જે જ્યાંથી હીરો મળ્યો એ જગ્યા મજૂરની જ હતી અને તેણે આગામી બે મહિના માટે તેણે આ ખાણ લગાવી હતી.

ચોંકી ગયા ને? હીરાની નગરી પન્નામાં જો તમે પણ ખાણ લેવા માંગો છો તો આ સમાચાર સમાચાર તમારા માટે જ છે. તમે અહીં ખીણનો પટ્ટો 200 રૂપિયામાં લઈ શકો છે. તમે 200 રૂપિયા આપીને જાતે જ ખોદકામ કરી શકો છો. અહીં કિંમતી અને બેનમુન હીરા નીકળવા એ ખૂબ જ સામાન્ય બાબત છે. અવારનવાર અહીંથી હીરા નીકળતાં હોય છે અને લોકો રાતોરાતો કરોડપતિ બની જતા હોય છે.

આઈ નો આઈ નો હવે તમે વિચારી રહ્યા હશો કે 200 રૂપિયા કઈ રીતે હીરાની ખાણનો પટ્ટો લઈ શકો છો? બરાબર ને ચાલો તમને આ વિશે જણાવીએ અને તમને આની આખી પ્રોસેસ વિશે પણ જણાવીએ.

હીરા અધિકારી કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પન્નામાં હીરા શોધવા માટે કોઈ પણ વ્યક્તિ જાતે જ ખોદકામ કરી શકે છે અને આ માટે એક પટ્ટો લેવો પડે છે. આ પટ્ટા હીરા ઓફિસમાંથી જ લઈ શકાય છે. ફોટો, આધારકાર્ડ અને 200 રૂપિયાની ફી ચૂકાવીને તમે એ પટ્ટો લઈ શકો છો એક વર્ષ માટે આ પટ્ટો મળે છે અને ત્યાર બાદ તેને ફરી ખરીદવું પડે છે.

હીરા શોધવા માટે ઓફિસ દ્વારા આઠ બાય આઠની એક જગ્યા અલોટ કરવામાં આવે છે, જ્યાં ખોદકામ કરી શકાય છે. અહીં આવી ઘણી માઈન્સ છે અને એમાં સરકારી ખાણનો સમાવેશ થાય છે. ખાસ વાત તો એ છે કે આ પટ્ટામાં ખોદકામ કરીને પાછી એ જગ્યાની માટી ત્યાં જ પાછી નાખવી પડે છે અને જો હીરો નીકળે તો હીરો જ લઈને બાકીની માટી ત્યાં જ પાછી નાખવી પડે છે.

આ પણ વાંચો : સુરતના હીરાવેપારી સાથે 89.60 લાખની, ઠગાઈ: વાલકેશ્ર્વરના હીરાદલાલ સામે ગુનો

વાત કરીએ હીરો મળે તો તેને કઈ રીકે વેંચી શકાય છે એની. જો તમને ખોદકામ દરમિયાન હીરો મળે છે તો તેને પન્ના સંયુક્ત કલેક્ટ્રેટ સ્થિત હીરા ઓફિસમાં જમા કરાવવો પડજશે અને ત્યાર બાદ વજન કરવામાં આવે છે. સરકાર થોડા થોડા સમયે હીરાની લિલામી કરે છે અને આ માટે તમારે 5000 રૂપિયાની ફી ચૂકવવી પડે છે. હીરો વેચાઈ ગયા બાદ જે રકમ આવે છે એમાંથી આશરે 12 ટકા રોયલ્ટી કાપીને બારીને 80 ટકા રકમ પટ્ટો ખરીદનારના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
પન્નાના 80 કિમીના પટ્ટામાં અનેક માઈન્સ આવેલી છે અને અહીં અવારનવાર લોકોને હીરા મળતાં જ હોય છે ઘણી વખત તો લોકોને અહીં 2-3 કરોડ રૂપિયાના હીરા પણ મળી ચૂક્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button