અને ફ્લાઈટમાં અચાનક છત પરથી વરસાદ પડવા લાગ્યો……

નવી દિલ્હીઃ આજે ઘણા લોકો પ્લેનમાં મુસાફરી કરી રહ્યા છે. અમે અમારા ઇચ્છિત મુકામ પર ઝડપથી અને આરામથી અને ઓછા સમયમાં પહોંચીએ છીએ. જેથી રોજના ઘણા લોકો કામ અર્થે હવાઈ મુસાફરી કરે છે. ઘણા લોકો પ્લેનમાં મુસાફરી કરતા ડરતા હોય છે. જોકે, ઘણા લોકો ફ્લાઇટમાં વીડિયો શૂટ કરીને ટાઇમ પાસ કરી લેતા હોય છે. હાલમાં જ એર ઈન્ડિયાની ફ્લાઈટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં ફ્લાઈટ દરમિયાન અચાનક છત પરથી પાણી પડવા લાગ્યું હતું. દિલ્હીથી લંડન ગેટવિક એરપોર્ટની આ ફ્લાઈટમાં અચાનક છત પરથી પાણી ટપકતું જોવા મળે છે. આ વીડિયો જોઈને નેટીઝન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.
આરામદાયક અને ઝડપી મુસાફરી કવા માટે આપણે ફ્લાઇટની મોંઘી ટિકિટો પાછળ ધૂમ ખર્ચ કરીએ છીએ. ત્યાર બાદ પ્લેનમાં આવું કંઈક થવાનું હોય તો મુસાફરો ચોંકી ઉઠે એ સ્વાભાવિક છે. એર ઈન્ડિયાની ફ્લાઈટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પવનની જેમ ફેલાઈ ગયો છે. દિલ્હીથી લંડન ગેટવિક એરપોર્ટની ફ્લાઇટ દરમિયાન બધું બરાબર હતું. પરંતુ ટેકઓફના થોડા સમય બાદ, એર ઈન્ડિયાના બોઈંગ B787 ડ્રીમલાઈનરને પેસેન્જર ફ્લાઇટ દરમિયાન ઓવરહેડ સ્ટોરેજની કેબિન લીક થઈ હતી. આ દ્રશ્ય જોઈને પ્લેનના મુસાફરો ચોંકી ગયા હતા. મુસાફરોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક મુસાફરોને તેમની સીટ પરથી ઉઠવું પડ્યું હતું. જોકે, કેબિન ક્રૂએ સમયસર પરિસ્થિતિને સંભાળી લેતા મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. એર ઈન્ડિયાના પ્રવક્તાએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે.
દરમિયાન, આ વર્ષની શરૂઆતમાં, પ્લેનમાંથી ઘણા ચોંકાવનારા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેમાં એર હોસ્ટેસ, ક્રૂ મેમ્બર્સ અને પેસેન્જરો સાથે દુર્વ્યવહારના આક્રોશભર્યા કિસ્સાઓ સામે આવ્યા હતા.