નેશનલ

ચેલેન્જ સાથે કહીએ છીએ કે આવી પાણીપુરી તો તમે ખાધી જ નહીં હોય…

ફૂડ એક્સપરિમેન્ટ ભારતના લેટેસ્ટ ટ્રેન્ડમાંનો એક છે .આપણે રોજ સોશિયલ મીડિયા પર ઘણા નવા ફ્યુઝન ફૂડ જોઈએ છીએ. ડ્રાયફ્રૂટ્સ આમલેટ, ફ્રુટ પાણીપુરી, ચાઇનીઝ ભેળ વગેરે…. જેવી અલગ અલગ આઈટમો સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. પાણીપુરી એ ભારતના લોકોનો સૌથી લોકપ્રિય નાસ્તો છે. લગભગ દરેક ખાવાના શોખીનો પાણીપુરી તો ઝાપટતા જ હોય છે.

તાજેતરમાં એક વાયરલ વીડિયો જોવા મળ્યો છે, જેમાં પાણીપુરી સાથે કંઈક વિચિત્ર જ ફૂડ કોમ્બિનેશન બનાવવામાં આવ્યું છે. આ વાયરલ વીડિયો ગુજરાતના અમદાવાદનો છે. અહીંના એક પાણીપુરી વિક્રેતાએ કંઈક અવનવું જ કર્યું છે. તેણે પૂરીને પરંપરાગત આલુ મસાલા અને ચણા,વટાણાથી ભરવાને બદલે ડ્રાયફ્રૂટ્સથી પાણીપુરીને ભરી છે અને મસાલાના પાણીને બદલે તેમાં ઠંડાઈ ભરવામાં આવી છે આ ફૂડ-સ્ટોલવાળા ભાઈ જણાવે છે કે આ પાણીપુરી સંપૂર્ણપણે આરોગ્યપ્રદ છે.


અમદાવાદમાં shareat નામનો એક ફૂડ સ્ટોલ આ પાણીપુરી વેચે છે. એક ડીશમાં છ પુરીઓ આવે છે, જેમાં ઠંડાઈ ભરવામાં આવે છે આ પાણીપુરીની અનોખી બાબત એ છે કે તેના પર સોના અને ચાંદીનો વરખનું કોટિંગ કરવામાં આવે છે. પાણીપુરીની અંદર ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરવામાં આવે છે. આવી પાણીપુરી જોઈને લોકો મિશ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈક તો આ ફૂડ સ્ટોલવાળાને સર્જનાત્મકતાના અને સ્વચ્છતાના વખાણ કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો પાણીપુરીના વાસ્તવિક સ્વાદ અંગે દલીલ કરી રહ્યા છે.


કેટલાક લોકો જણાવે છે કે ગોલ્ડ અને સિલ્વર પાણીપુરી shareat એ ભારતની સૌપ્રથમ હાઇજેનિક લાઇવ ફ્રાઇડ પાણીપુરી છે લોકોને તેનો સ્વાદ ગમે છે. આ એક મીઠી પાણીપુરી છે જેનો સ્વાદ ઘણો સરસ છે. જો તમે મીઠું ખાવાના શોખીનો તો તમને આ પાણીપુરી જરૂર ગમશે. તમારે એક વખત તેને અજમાવી જોઈએ.


આ વાયરલ વીડિયોની શરૂઆતમાં વિક્ર્તા છ તળેલી પૂરીઓ ડીશમાં રાખે છે. ત્યારબાદ તે બદામને કાપીને પુરીમાં ઉમેરે છે. બાદમાં પિસ્તા અને અન્ય ડ્રાયફ્રુટ્સ એમાં ઉમેરે છે. સ્વાદ વધારવા માટે તેમાં મધ પણ મેળવવામાં આવે છે અંતે દરેક પુરીને સોના અને ચાંદીના વરખથી ઢાંકી દેવામાં આવે છે અને તેને એક નાનકડા ક્લાસમાં ઠંડાઈની સાથે પીરસવામાં આવે છે

આ વાઇરલ વીડિયોને લાખો વ્યુઝ અને લાઈક મળી ચૂક્યા છે. લોકો આ વીડિયો પર જાતજાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે તો લખ્યું હતું કે, ‘આને બપ્પી લહેરી પાણીપુરી કહેવી જોઈએ’, તો વળી બીજાએ લખ્યું હતું કે, ‘પાણીપુરીને પાણીપુરી જ રહેવા દો એને મહેલોની રાણી નહીં બનાવો.’

તો વળી કેટલાકે લખ્યું હતું કે, ‘અમારે નેટવર્ક વધારવી નથી અમને થેલા પરનું ખાવાનું જ માફક આવે છે.’ વળી એક યુઝરે લખ્યું હતું કે, ‘જ્યારે તમે પાણીપુરીનો બધું જ બદલી કાઢ્યું છે તો હવે એનું નામ પણ બદલી કાઢો. ‘ તમે પણ આ વીડિયો જુઓ અને તમને કેવો લાગ્યો એ અમને જરૂરથી પ્રતિક્રિયા આપશો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button