નેશનલ

વાંસળીવાદક પંડિત રોનુ મજુમદારને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને હસ્તે પદ્મશ્રી એનાયત કરાયો…

નવી દિલ્હી: રાષ્ટ્રપતિ ભવન ખાતે સોમવારે સિવિલ ઈન્વેસ્ટિચ્યોર સમારંભ (Civil Investiture ceremony) યોજાઈ હતી. જેમાં જાણીતા વાંસળીવાદક પંડિત રોનુ મજુમદાર (Pandit Ronu Majumdar)ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને હસ્તે પદ્મશ્રી(Padma Shri)થી સન્માનિત કરવામાં આવ્યા હતા. પંડિત રોનુ મજુમદારે આ પુરસ્કારને સંપૂર્ણ ભારત, તેમના વાલી અને ગુરુઓને સમર્પિત કર્યો હતો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને હસ્તે ભારતનો તૃતીય સર્વોચ્ચ નાગરીક પુરસ્કાર પદ્મશ્રી સ્વીકાર્યા બાદ પંડિત રોનુ મજુમદારે આનંદની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું, “હું આ મહત્ત્વપૂર્ણ અવસરે પદ્મશ્રી મેળવીને ભાવવિભોર થઇ ગયો છું. હું આ પુરસ્કાર સંપૂર્ણ ભારતને, આપણા દેશમાં સંગીતની પ્રેક્ટિસ કરતા અને જેઓ પ્રેક્ટિસ કરવા ઈચ્છુક છે તે બધાને, મારા વાલીઓ, આ સન્માનથી જેમની આંખો ખુશીના આંસુઓથી છલકાઈ ગઈ તે મારી માતાને સમર્પિત કરું છું. હું મારા ગુરુઃ ભારતરત્ન રવિ શંકરજી, મારા ગુરુ પંડિત વિજય રાઘવ રાવ અને મારા પ્રથમ ગુરુ અને પિતા ભાનુ મજુમદારજીને પણ આ પુરસ્કાર સમર્પિત કરું છું.” જીવનમાં મુશ્કેલ ઘડીઓમાં ભાવનાત્મક રીતે ટેકો આપવા માટે પંડિત રોનુ મજુમદારે તેમની પત્ની આનંદી અને પુત્રો સિદ્ધાર્થ અને હૃષીકેશનો આભાર માન્યો હતો.

વડાપ્રધાનનો આભાર માન્યો:
તેમણે કહ્યું કે છેલ્લાં 50 વર્ષથી મેં આ ક્ષેત્રમાં મારા યોગદાનનું સન્માન કર્યું તે માટે હું ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિતભા શાહનો આભાર માનું છું. પહલગામમાં બનેલી ઘટનાને ધ્યાનમાં રાખીને અવસરની ઉજવણી કરવામાં નહીં આવે. તેમણે જણાવ્યું કે આ પુરસ્કારે મને વધુ સખત મહેનત કરતા રહેવાનો શક્તિ આપી છે. તે મારી સંગીતની યાત્રાને વધુ આગળ લઈ જવા મારા અંતર માટે ટોનિકનું કામ કરશે, એમ તેમણે જણાવ્યું હતું.

શાસ્ત્રીય સંગીતમાં મેળવેલી સિદ્ધિઓ:
ભારતીય શાસ્ત્રીય સંગીતમાં તેમના આજીવન યોગદાનને ધ્યાનમાં લઇને પંડિત મજુમદારને આ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. ગત પ્રજાસત્તાક દિવસે ભારત સરકાર મહારાષ્ટ્રના 11 લોકોને પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરી હતી, જેમાં પંડિત મજુમદાર પણ સામેલ હતાં.

તાજેતરમાં જ એક સિમ્ફોનીમાં 546 સંગીતકારો ભેગા થયા હતા, જેમની રોનુ મજુમદારે આગેવાની કરી હતી. આ પ્રયાસને સૌથી મોટા હિંદુસ્તાની શાસ્ત્રીય બેન્ક દ્વારા એક કમ્પોઝિશનમાં પરફોર્મ કર્યું તે માટે ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે, જે પછી પદ્મશ્રીની સર્વોચ્ચ સિદ્ધિ મળી છે.

પંડિત રોનુ મજુમદાર વાંસળી વાદન અને ભારતીય શાસ્ત્રીય સંગીતની પરંપરાનું સંવર્ધન કરવા અને નવીનતા લાવવા સમર્પિત રહ્યા છે. તેમણે સંગીતમાં યોગદાન માટે અસંખ્ય પુરસ્કાર અને સન્માન પ્રાપ્ત કર્યા છે. તેમનું કમ્પોઝિશન, પરફોર્મન્સ અને જોડાણો દુનિયાભમાં સંગીત પ્રેમીઓની પેઢી દર પેઢીને પ્રેરિત કરે છે.

ભારતીય શાસ્ત્રીય સંગીતમાં પંડિત રોનુ મજુમદારના પ્રવાસને તેમના પિતા ડો. ભાનુ મજુમદાર, દિગ્ગજો પં. લક્ષ્મણ પ્રસાદ જયપુરવાલે, પં. વિજય રાઘવ રાવે આકાર આપ્યો છે. મૈહર ઘરાણાના શિષ્ય રહેતા તેમણે ભારતમાં અવ્વલ વાંસળી દિગ્ગજમાંથી એક તરીકે પોતાનું નામ સ્થાપિત કર્યું છે. તેમનાં પારંપરિક અને આધુનિક સંગીતમાં નાવીન્યપૂર્ણ કામોએ તેમને ભારતીય અને વૈશ્વિક સંગીત ક્ષેત્રમાં અવ્વલ સ્થાન આપ્યું છે.

પંડિત મજુમદારને પ્રતિષ્ઠિત સંગીત નાટક એકેડેમી એવોર્ડ, આદિત્ય વિક્રમ બિરલા એવોર્ડ અને સહારા ઈન્ડિયા પાસેથી લાઈફ-ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ પણ મળ્યા છે. તેમના વ્યાપક કાર્યોમાં અ ટ્રાવેલર્સ ટેલ, કોઈ અકેલા કહાં, ફેસિનોમા, ઈથેરિયલ રિધમ્સ જેવા સફળ આલબમ, હોલીવૂડની ફિલ્મ પ્રાઈમરી કલર્સ માટે સાઉન્ડટ્રેક અને જ્યોર્જ હેરિસન તથા રાય કૂડર જેવા વૈશ્વિક કલાકારો સાથે જોડાણનો સમાવેશ થાય છે.

આપણ વાંચો : પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી મેળવનારાઓને મળે છે આ ખાસ સુવિધાઓ, જાણી લો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button