નેશનલ

સેના ભારતના ડ્રોન હુમલા રોકી કેમ ન શકી? પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને આપ્યો હાસ્યાસ્પદ જવાબ…

નવી દિલ્હી: ભારતે ઓપરેશન સિંદુર હેઠળ રોકેટમારો કરીને પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર(PoK)માં આવેલા 9 આતંકવાદી ઠેકાણાં નષ્ટ કર્યા હતાં. ત્યાર બાદ પાકિસ્તાને છોડેલા રોકેટ્સને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે તોડી પાડ્યા હતાં, જેનો જવાબ આપતા ભારતે ડ્રોન અને રોકેટ વડે વધુ હુમલા કર્યા હતાં. આવી સ્થિતિમાં યુદ્ધ માટેની તૈયારીઓ બાબતે પાકિસ્તાનની ફજેતી થઇ છે. પાકિસ્તાનના લોકો સરકાર પાસેથી જવાબ માંગી રહ્યા છે, જનતાના પ્રશ્નોનો પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાને હાસ્યાસ્પદ જવાબ આપ્યો હતો.

ભારતના હુમલા અંગે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે વિચિત્ર જવાબ આપ્યો હતો. ખ્વાજા આસિફે પાકિસ્તાની સંસદમાં કહ્યું કે ગઈકાલનો ડ્રોન હુમલો હકીકતે આપણા સ્થાનોને લોકેટ કરવા માટે કરવામાં આવ્યો હતો. આ ખૂબ જ ટેકનિકલ બાબત છે તેથી હું તેને આ રીતે સમજાવી નહીં શકું. પરંતુ આપણા સ્થાન લીક ન થાય અને શોધી ન શકાય એ માટે અમે તેને ઇન્ટરસેપ્ટ ના કર્યા. જ્યારે આ ડ્રોન સલામત ક્ષેત્રમાં આવ્યા, ત્યારે અમે તેમને તોડી પાડ્યા.

તર્કહીન જવાબ:
પાકિસ્તાની નિષ્ણાત ડૉ. કમર ચીમાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે દરેક વ્યક્તિ પૂછી રહી છે કે આ ડ્રોન રાવલપિંડી કેવી રીતે પહોંચ્યા? આપણે તેને કેમ ઇન્ટરસેપ્ટ ન કરી શક્યા? અમે તેને ઇન્ટરસેપ્ટ કર્યા હતાં. પરંતુ યુદ્ધ પછી તરત જ, આપણી વેપન સિસ્ટમની વોર્નિંગ સિસ્ટમ ચાલુ થઇ ગઈ હતી. તે ડિટેકટ થઇ ગયા હતાં, તેથી અમારે તેને શિફ્ટ કરવા પડ્યા. આ જે ડ્રોન આવી રહ્યા છે, તે EMS માઉન્ટેડ છે. તેમનો હેતુ આપણા ગ્રાઉન્ડ બેઝ ડિફેન્સની તપાસ કરવાનો છે અને પછી તેઓ આપણા સ્થાનને તેમના કમાન્ડ સેન્ટરમાં ટ્રાન્સમિટ કરે છે, જેના કારણે આપણું સ્થાન જાણી શકાય.

પાકિસ્તાનના હુમલા નિષ્ફળ:
પાકિસ્તાને ડ્રોન અને અન્ય હથિયારો વડે ભારતીય ક્ષેત્રોને નિશાન બનાવ્યા હતાં. આ સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં LoC પર ફાયરીંગ થયું હતું. ભારતીય સેનાએ કહ્યું કે ઓપરેશન સિંદૂર હેઠળ, તમામ ડ્રોન હુમલાઓનો સફળતાપૂર્વક નાશ કરવામાં આવ્યો છે, યુદ્ધવિરામ ઉલ્લંઘનનો યોગ્ય જવાબ આપવામાં આવ્યો હતો.

આપણ વાંચો : જાણો … પાકિસ્તાનના ડ્રોન અને મિસાઈલ હુમલાને નાકામ બનાવનાર કાઉન્ટર યુએવી સિસ્ટમ અંગે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button