નેશનલ

કચ્છ સરહદ પરથી ઝડપાયો પાકિસ્તાની, પૂછપરછ ચાલુ

ભુજ: કચ્છ સરહદ પરથી એક પાકિસ્તાની કિશોર ઝડપાયો છે. ભારતની સુરક્ષા એજન્સીએ પાકિસ્તાની યુવકને ઝડપી પાડી તપાસ કરી હતી, પરંતુ તેની પાસેથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. હાલ બી. એસ. એફ. દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી હતી. કચ્છના ખાવડા નજીક ધરમશાળા પાસેથી કિશોરની ધરપકડ કરવામાં આવી હતી.

પિતાએ ઠપકો આપતાં પહોંચી ગયો ભારત પ્રાપ્ત વિગતો અનુસાર ઘેટાં-બકરાં ચરાવવવાનું કામ કરતો આ પાકિસ્તાની છોકરો ગત રાત્રે પિતાએ ઠપકો આપતાં નારાજ થઈને ઘર છોડીને પગપાળા રણ સરહદ ઓળંગી કચ્છમાં આવી ચઢ્યો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે. આજે બપોરના બાર વાગ્યાના અરસામાં સંવેદનશીલ સરહદી ધરમશાળા વિસ્તારમાં શંકાસ્પદ ઘૂસણખોર હોવાનો ઇન્પુટ મળતાં સતર્ક બનેલી રાજ્ય સરકારની ગુપ્તચર એજન્સીએ તેને ઝડપી લીધો હતો.

આ પણ વાંચો: હવે પાકિસ્તાનીઓ અને અફઘાન લોકો અમેરિકામાં પ્રવેશ નહીં કરી શકે! ટ્રમ્પ કરી શકે છે જાહેરાત

પાકિસ્તાનના ડિપ્લો તાલુકાનો રહેવાસી

પકડાયેલા કિશોરનું નામ લવકુમાર સરુપ દેવા ભીલ છે અને તે કચ્છની રણ સરહદથી થોડે દૂર આવેલા પાકિસ્તાનના ડિપ્લો તાલુકાના ગામનો રહેવાસી છે. લવકુમાર પાસેથી પચાસ રૂપિયાની ચલણી નોટ, બાકસ અને સીમ કાર્ડ વગરનો એક મોબાઈલ ફોન મળ્યો છે. લવકુમાર સગીર વયનો છે કે પુખ્ત વયનો તે અંગે મેડિકલ પરીક્ષણ હાથ ધરવામાં આવશે. હાલ વિવિધ ગુપ્તચર એજન્સીઓ લવકુમારની પૂછપરછ કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button