ઇન્ટરનેશનલનેશનલ

Video: લંડનમાં પાકિસ્તાની અધિકારીએ જાહેરમાં કરી આવી ઘૃણાસ્પદ હરકત, ભારતીયો રોષે ભરાયા

લંડન: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન સામે ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકો પાકિસ્તાન સામે જડબાતોડ કાર્યવાહી કરવા ભારત સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે. વિદેશમાં વસતા ભારતીયો પણ પાકિસ્તાન સામે રોષ ઠાલવી રહ્યા છે, ઘણા દેશોમાં ભારતીયોએ પાકિસ્તાન સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. એવામાં લંડનમાં પાકિસ્તાની એમ્બસી સામે પ્રદર્શન દરમિયાનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પાકિસ્તાની અધિકારી હિંસક ઈશારા કરતો દેખાય છે.

https://twitter.com/Warlock_Shubh/status/1915978914809127367

ભારતીયોએ લંડનમાં પાકિસ્તાનના દૂતાવાસને ઘેરીને પ્રદર્શન કર્યું હતું. ભારતીયો પહેલગામ હુમલાનો વિરોધ કરી રહ્યા હતાં, એવામાં એક પાકિસ્તાની દુતાવાસનો અધિકારી હાથમાં ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ પાયલોટ અભિનંદનનો ફોટો લઇને બાલ્કનીમાં આવ્યો, ફોટા પર ‘Chai Is Fantastic’ લખેલું હતું. ત્યાર બાદ પાકિસ્તાની અધિકારીએ જે હરકત કરીએ એ જોઈને ભારતીયોનો રોષ વધી ગયો છે. પાકિસ્તાની અધિકારીએ કેમેરાની સામે જોઇને હાથ વડે ગળું ચીરી નાખવાનો ઈશારો કર્યો.

આ પણ વાંચો: પાકિસ્તાની રેન્જર્સે બીએસએફના જવાનને કસ્ટડીમાં લીધો, ભૂલમાં કરી હતી બોર્ડર પાર, ફ્લેગ મીટિંગ ચાલુ

કોણ છે આ પાકિસ્તાની અધિકારી?

શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા ભારતીયોને ઉશ્કેરવા માટે પાકિસ્તાની અધિકારીએ આવી હરકત કરી હતી. આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા કરવામાં અવી રહી છે, છતાં પાકિસ્તાની અધિકારીએ આવી બેહુદા હરકત કરીને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. આ હરકત કરનાર વ્યક્તિ બીજું કોઈ નહીં પણ યુકેમાં પાકિસ્તાન મિશનમાં પાકિસ્તાન આર્મી, એર અને મિલિટરી એટેચી કર્નલ તૈમૂર રાહત છે.

ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા સોસાયટી ઈન્ટરનેશનલ (FISI) યુકેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે પાકિસ્તાન સમર્થિત આતંકવાદને કારણે કાશ્મીરમાં નિર્દોષ લોકોની હત્યાની નિંદા કરવા માટે ભેગા થયા છીએ. અમે કડક આંતરરાષ્ટ્રીય કાર્યવાહીની માંગ કરીએ છીએ અને યુકે સરકારને ભારતને સમર્થન આપવા અને પાકિસ્તાન પ્રત્યેની તેની નીતિ પર ફરી ર્વિચાર કરવા વિનંતી કરીએ છીએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button