હિંદુ નેતાઓની હત્યા માટે પાકિસ્તાની ISI અને ખાલિસ્તાનીઓની આતંકવાદીઓની સાંઠગાંઠ…

નવી દિલ્હીઃ કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા બાદ તમામ ખાલિસ્તાની આતંકવાદીઓની ગતિવિધીઓ પર સરકાર ધ્યાન રાખી રહી છે જેમાં સરકારી એજન્સીએ જણાવવામાં આવ્યું હતું કે ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ દલ્લા પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI અને આતંકવાદી સંગઠન લશ્કરના નિર્દેશ પર પંજાબમાં RSS અને હિન્દુ નેતાઓની હત્યા કરવા માગતો હતો.
આ તમામ બાબતનો ખુલાસો દિલ્હીથી પકડાયેલા આતંકી નૌશાદ અને જગજીત સિંહ ઉર્ફે જગ્ગાએ કર્યો છે. પોલીસે ધરપકડ કરાયેલા આતંકવાદીઓ વિરુદ્ધ કેસ દાખલ ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી જેમાં આ વાતનો ખુલાસો કર્યો છે.
દિલ્હી પોલીસે પોતાની સ્પેશિયલ ચાર્જશીટમાં લખ્યું હતું કે જહાંગીરપુરીમાંથી પકડાયેલ જગજીત સિંહ ઉર્ફે જગ્ગા કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ દલ્લાના સંપર્કમાં હતો. અર્શદીપ દલ્લાના નિર્દેશ પર જગ્ગા પંજાબમાં
આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપવાની યોજના બનાવી રહ્યો હતો. અર્શદીપ દલ્લા અને લશ્કરના હેન્ડલર સુહેલની સૂચના પર નૌશાદ અને જગજીતે શાહબાદ ડેરી વિસ્તારમાં ભાડાના મકાનમાં એક હિન્દુ છોકરાની હત્યા કરી નાખી હતી. આ ઉપરાંત સુહેલ અને અર્શદીપના કહેવા પર તેઓએ તાલિબાન સ્ટાઈલમાં હત્યાનો વીડિયો પણ બનાવ્યો હતો. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સ્પેશિયલ સેલે આ વર્ષે જાન્યુઆરીમાં પુરીમાંથી નૌશાદ અને જગ્ગા જહાંગીરની ધરપકડ કરી હતી.
ત્યારબાદ ભારતે ખાલિસ્તાની આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરતી યાદી તૈયાર કરી હતી અને NIA દ્વારા તૈયાર કરવામાં આવેલી આ યાદીમાં સામેલ ખાલિસ્તાની આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ યાદીનાં 19 ખાલિસ્તાની આતંકવાદીઓના નામ છે, જેમણે કેનેડા સહિત ઘણા દેશોમાં આશ્રય લીધો છે. UAPAની કલમ 5 હેઠળ આ આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરવાની જોગવાઈ છે. અને આ જોગવાઇ હેઠળ યાદી પ્રમાણે તમામ આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરવામાં આવશે.