પાકિસ્તાન ના સુધર્યું, યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું; શ્રીનગરમાં વિસ્ફોટો સંભળાયા, LoC પર ગોળીબાર

નવી દિલ્હી: અમરિકાની મધ્યસ્થીથી આજે સાંજે ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ સહમત થયા હતાં. યુદ્ધ વિરામ જાહેર થયાના થોડા જ કાલાકોમાં પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલંઘન કર્યું હોવાના અહેવાલો છે.
પાકિસ્તાન દ્વારા અનેક સરહદી જિલ્લાઓમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પાકિસ્તાન દ્વારા ગોળીબાર અને હવાઈ હુમલાના થયા હુમલાના અહેવાલો છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાનને પુષ્ટિ કરી છે કે શ્રીનગરમાં વિસ્ફોટો સંભળાયા છે
જમ્મુ અને કાશ્મીરના મુખ્ય પ્રધાનનઓમાર અબ્દુલાએ X પર પોસ્ટ કરીને લખ્યું કે યુદ્ધવિરામનું શું થયું? શ્રીનગરમાં વિસ્ફોટો સંભળાયા!!!
ઓમર અબ્દુલ્લાએ વિડીયો શેર કરીને લખ્યું કે પાકિસ્તાન દ્વારા ભારત સાથે યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કર્યા બાદ શ્રીનગરમાં એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય થઇ ગઈ છે.
જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો છે, જેને ધ્યાનમાં રાખીને સાયરન વગાડવામાં આવ્યા છે અને બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું છે.
જમ્મુ અને કાશ્મીરના સુંદરબની, કલાલ, કેરી બટ્ટલ, નૌશેરામાં તોપમારો ચાલુ છે.
પંજાબના હોશિયારપુર અને ફિરોઝપુરમાં તાત્કાલિક બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું છે
બાડમેરમાં એર રેઇડની ચેતવણી જાહેર કરવામાં આવી છે, અને જિલ્લામાં તાત્કાલિક બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યું છે. અંબાલામાં પણ રાતભર બ્લેકઆઉટ રહેશે.