ટોપ ન્યૂઝનેશનલ

ભારતે સિંધુ નદી જળ સંધિને સ્થગિત કર્યા બાદ પાકિસ્તાનમાં ફફડાટ, આપવા લાગ્યા પરમાણુ બોમ્બની ધમકી…

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર અનેક આકરા પગલાં લીધા છે. જેમાં અત્યાર સુધી ભારતે ફક્ત રાજદ્વારી નિર્ણયો લીધા છે. જેમાં સિંધુ જળ સંધિ અટકાવવામાં આવી છે. પરંતુ નરેન્દ્ર મોદી સરકાર ટૂંક સમયમાં પહેલગામ હુમલાનો બદલો લેશે તેવો પણ પાકિસ્તાનને ભય છે . જેના પગલે પાકિસ્તાનના નેતાઓએ પણ ધમકીઓ આપવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનના નેતાઓ હવે પરમાણુ બોમ્બ વિશે વાત કરવા લાગ્યા છે. શુક્રવારે પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડારે કહ્યું કે ભારતે પાકિસ્તાનને ઓછું ન આંકવું જોઈએ. જો ભારત હુમલો કરે તો પાકિસ્તાન પાસે પણ પરમાણુ બોમ્બ છે.

ભારતની ટીકા કરવામાં આવી
વાસ્તવમાં શુક્રવારે પાકિસ્તાનની એનએસસી બેઠકમાં ભારત વિરુદ્ધ એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. આ ઠરાવમાં સિંધુ જળ સંધિ અટકાવવા બદલ ભારતની ટીકા કરવામાં આવી છે. આ દરમિયાન, પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડારે કહ્યું છે કે પાકિસ્તાન પાસે મિસાઇલો અને પરમાણુ બોમ્બ છે. પાકિસ્તાન પણ આ હુમલાનો યોગ્ય જવાબ આપશે.

પાકિસ્તાન એક પરમાણુ શક્તિ
ભારત વિરુદ્ધ આ પ્રસ્તાવ પાકિસ્તાનના એનસીબી બેઠકમાં નાયબ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન ઇશાક ડારે રજૂ કર્યો હતો. આ ઠરાવમાં ભારત પર યુદ્ધનું વાતાવરણ બનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. શાહબાઝ સરકારના આ પ્રસ્તાવને બિલાવલ ભુટ્ટોની પાકિસ્તાન પીપલ્સ પાર્ટી, ઇમરાન ખાનની તહરીક-એ-ઇન્સાફ, ફઝલ-ઉર-રહેમાનની જમિયત ઉલેમા-એ-ઇસ્લામ ઉપરાંત મોહજિર કૌમી મૂવમેન્ટ અને અવામી નેશનલ પાર્ટીએ સમર્થન આપ્યું હતું. આ પ્રસ્તાવ પર ચર્ચા કરતી વખતે, ઇશાક ડારે કહ્યું કે પાકિસ્તાન વિરુદ્ધ કોઈપણ પગલું ભરતા પહેલા ભારતે સમજવું જોઈએ કે પાકિસ્તાન એક પરમાણુ શક્તિ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button