પાકિસ્તાન સોશિયલ મીડિયા પર ફેલાવી રહ્યું છે ભારત વિરુદ્ધ ખોટી માહિતી , પીઆઈબીએ કર્યો પર્દાફાશ

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો. તેની બાદ ભારત-પાકિસ્તાન સરહદ પર તણાવપૂર્ણ પરિસ્થિતિ યથાવત છે. પાકિસ્તાને કરેલા નિષ્ફળ હુમલાનો ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. ત્યારે જમ્મુ કાશ્મીર નિયંત્રણ રેખા પંજાબ, જમ્મુ અને ગુજરાતમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. જોકે, આ સમય દરમિયાન સોશિયલ મીડિયા પર ઘણા પ્રકારના ખોટા સમાચાર ફેલાવા લાગ્યા હતા. ત્યારબાદ પીઆઈબી એ તથ્ય તપાસ કરી અને ઘણા વાયરલ સમાચારોને ભ્રામક જાહેર કર્યા હતા.
એટીએમ બંધ હોવાના સમાચાર ખોટા
જેમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાઈરલ થઈ હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાનથી થયેલા સાયબર હુમલાને કારણે એટીએમ બે થી ત્રણ દિવસ બંધ રહેશે. આનાથી 74 દેશો પ્રભાવિત થશે. આની જાહેરાત બીબીસી રેડિયો દ્વારા કરવામાં આવી છે. જ્યારે પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા આ પોસ્ટની તપાસ કરવામાં આવી ત્યારે આ સમાચાર ભ્રામક હોવાનું જાણવા મળ્યું. પીઆઈબીએ લોકોને આવા સંદેશાઓ ન ફેલાવવાની અપીલ કરી છે.
એરપોર્ટ પર કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યા નથી
બીજી એક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતના એરપોર્ટ પર પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, આ સમાચાર પણ ભ્રામક હોવાનું જાણવા મળ્યું. ભારત સરકારે હજુ સુધી આવો કોઈ નિર્ણય લીધો નથી.
આ પણ વાંચો યુદ્ધને લઈને બાબા વાંગાની ભયાનક ભવિષ્યવાણી! જો સાચી પડી તો માનવજાત ખતરામાં…
જમ્મુ એરફોર્સ બેઝ પર વિસ્ફોટના સમાચાર ભ્રામક
સોશિયલ મીડિયા પર બીજી એક પોસ્ટ ટ્રેન્ડ થઈ આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો કે જમ્મુ એરફોર્સ બેઝ પર વિસ્ફોટ થયો છે. જ્યારે આ પોસ્ટની હકીકત તપાસવામાં આવી ત્યારે પોસ્ટ કરેલો ફોટો ઓગસ્ટ 2021 માં થયેલા કાબુલ હુમલાની હોવાનો જાણવા મળ્યો હતો.
ગુજરાતના હજીરા બંદર પર કોઈ હુમલો થયો ન હતો
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ટ્રેન્ડ થવા લાગી, જેમાં દાવો કરવામાં આવ્યો કે આ વીડિયો ગુજરાતના હજીરા બંદરનો છે. જ્યાં પાકિસ્તાને હુમલો કર્યો છે. જોકે વીડિયોની હકીકત તપાસ્યા પછી જાણવા મળ્યું કે આ 7 જુલાઈ, 2021 ના રોજ થયેલા ઓઇલ ટેન્કર વિસ્ફોટનો વીડિયો છે.