ભારત ગમે ત્યારે કઈંક કરશે તેવી આશંકાથી ફફડ્યું પાકિસ્તાન, પોસ્ટ છોડીને ભાગી પાકિસ્તાની સેના

નવી દિલ્હીઃ પહલગામ આતંકી હુમલા અને માસૂમ લોકોની હત્યા બાદ ભારતે પાકિસ્તાન સામે આકરી કાર્યવાહી કરી છે. પાકિસ્તાનના તમામ નેતા ભારત ગમે ત્યારે કઈંક કરશે તેમ માની રહ્યા છે. તેના કારણે પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો છે. આ દરમિયાન પાકિસ્તાને તેના બે મહત્વના શહેરો ઈસ્લામાબાદ અને લાહોરને 2 મે સુધી નો ફ્લાય ઝોન જાહેર કર્યા છે. આ માટે નો ટૂ એરમેન ઈશ્યુ કરવામાં આવ્યું છે.
આ દરમિયાન પાકિસ્તાન તરફથી કરવામાં આવતા સીઝફાયરના ભંગ બાદ ભારત પણ જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ભારતની કાર્યવાહીથી પાકિસ્તાની સેના ડરી ગઈ હતી અને પોસ્ટ છોડીને ભાગી ગયા હતા. પાકિસ્તાનની પોસ્ટ પરથી પાક. રેન્જર્સે તેમનો ઝંડો પણ હટાવી લીધો છે.
પાકિસ્તાનના સૂચના પ્રધાન અતાઉરલ્લાહ તરારે મોડી રાત્રે બે કલાકે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેણે દાવો કર્યો કે, ભારત આગામી 36 કલાકમાં પાકિસ્તાન પર હુમલો કરી શકે છે. તેમણે કહ્યું, પાકિસ્તાન ખુદ આતંકવાદનું શિકાર બની રહ્યું છે અને સંકટના સમયમાં દર્દને સારી રીતે અનુભવી શકે છે.
પાકિસ્તાનની સેના તરફથી જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પર સતત ગોળીબાર થઈ રહ્યો છે. એલઓશી પર આશરે 20 પોસ્ટ પરથી ગોળીબાર થઈ રહ્યું છે. આ ફાયરિંગ પાકિસ્તાન તરફથી કરવામાં આવ્યું છે. ભારતીય સેના પણ જડબાતોડ જવાબ આપી રહી છે. ભારતીય સેનાની કાર્યવાહી બાદ પાકિસ્તાનની સેનામાં ફફડાટ ફેલાયો હતો અને તેના સૈનિકો પોસ્ટ છોડીને ભાગી ગયા હતા. નૌશેરા, સુંદરબની, અખનૂર, બારામૂલા અન કુપવાડામાં ગોળીબાર થઈ રહ્યો છે. પાકિસ્તાન તરફથી ભારતીય ચોકીને નિશાન બનાવવામાં આવી રહી છે.
આપણ વાંચો: પાકિસ્તાનને ભારત મારશે વધુ એક મરણતોલ ફટકો, ગુરુવારથી તમામ વેપાર થશે બંધ