
કરાચીઃ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતની રાજધાની ક્વેટામાં પાકિસ્તાની પેરામિલિટી ફોર્સ ફ્રંટિયર કોપર્સના હેજ ક્વાર્ટર નજીત આત્મઘાતી હુમલો થયો હતો. ભારતીય સમય મુજબ બપોરે 12.03 મિનિટે આ ઘટના બની હતી, જેમાં 3 જવાન સહિત 10 લોકોના મૃત્યુ થયા હતા. ઉપરાંત 33 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. હજુ સુધી પાકિસ્તાની સેના કે બલૂચિસ્તાન સરકાર તરફથી કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
આ ઉપરાંત, કોઈ પણ બલૂચ વિદ્રોહી જૂથે પણ જવાબદારી લીધી નથી. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. પોલીસ અનુસાર આ વિસ્ફોટ ખૂબ જ શક્તિશાળી હતો. આસપાસની ઈમારતોની બારી અને દરવાજા તૂટી ગયા હતા. પોલીસ અને બચાવદળો સ્થળ પર પહોંચી ગયા હતા.
POWERFUL explosion ROCKS FC headquarters in Quetta, Pakistan — multiple reports
— RT (@RT_com) September 30, 2025
Gunfire reported and multiple fatalities pic.twitter.com/ExBz4kd2kN
બલૂચિસ્તાન સ્વાસ્થ્ય પ્રધાન બખ્ત મુહમ્મદ કાકરને શહેરની તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરી હતી. તેણે ડોક્ટર, ફાર્માસિસ્ટ, નર્સો અને પેરામેડિકલ કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર હાજર થવા નિર્દેશ આપ્યો હતો. તંત્ર દ્વારા વિસ્ફોટનું કારણ શોધવા તપાસ શરૂ કરવામાં આવી હતી.
સીસીટીવી મુજબ હુમલાખોર ફ્રન્ટિયર કોર્પ્સના હેડકવાર્ટર સામે પસાર થતી ગાડીઓનો કચ્ચરઘાણ નીકળી જાય છે, જ્યારે કેટલાક વીડિયોમાં આત્મઘાતી હુમલાખોર અન્ય સાથીઓ સાથે ફ્રન્ટિયર કોર્પ્સના હેડકવાર્ટરમાં પ્રવેશ કરવાની કોશિશ કરતાં નજરે પડે છે, જે બાદ ફ્રન્ટિયર કોર્પ્સ અને બંદૂકધારી હુમલાખોરો વચ્ચે ફાયરિંગ શરૂ થાય છે, જેમાં 4 બંદૂકધારી હુમલાખોરના નિધન થયા હતા. બલૂચિસ્તાનમાં બલૂચ વિદ્રોહી જૂથ ઉપરાંત, ઈસ્લામિક સ્ટેટ ખુરાસાનનો પણ પ્રભાવ વધી રહ્યો છે.
બલૂચિસ્તાનમાં થયેલો આ વિસ્ફોટ પાકિસ્તાનની સુરક્ષા વ્યવસ્થા પર પણ એક મોટો સવાલ છે. આ હુમલો એવા સમયે થયો છે જ્યારે થોડા દિવસો પહેલા જ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ આસિમ મુનીર અને વડા પ્રધાન શહબાઝ શરીફે અમેરિકાના રાષ્ટ્રપતિ ભવનમાં અમેરિકી રાષ્ટ્રપતિને બલૂચિસ્તાનમાં હાજર ખનીજના નમૂના બતાવ્યા હતા. એવું માનવામાં આવતું હતું કે, બલૂચિસ્તાનમાં અમેરિકા અને પાકિસ્તાન સાથે મળીને ખનીજનું ખનન કરશે. જોકે, આજના હુમલાએ બલૂચિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ ઉપરાંત ત્યાં સતત ઓપરેશન કરી રહેલી પાકિસ્તાની સેના પર પણ મોટો સવાલ ઊભો કર્યો છે.
આ પણ વાંચો…PoKમાં પાકિસ્તાન સરકાર સામે વિરોધ; સેનાના ગોળીબારમાં બેના મોત, 22થી વધુ ઘાયલ