જય શ્રી રામ: રામલલાના દર્શનાર્થે ભારત-પાકિસ્તાન સરહદ નજીકના ગામમાંથી પગપાળા બે યુવાનો નીકળ્યા
બાડમેર: ફક્ત ભારતમાં જ નહિ પરંતુ ભારત સિવાય અન્ય દેશોમાં પણ ભક્તો આતુરતાપૂર્વક 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે 22 જાન્યુઆરીના રોજ રામ લલ્લા અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થશે. તે દિવસે યોજાનાર ભવ્ય કાર્યક્રમને લઈને લોકોમાં ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે. અને જ્યારે ધર્મની વાત આવે ત્યારે લોકો ફક્ત ધર્મ વિશે જ વિચારે છે. તમને એ જાણીને નવાઇ લાગશે કે ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા બાડમેરના એક નાનકડા ગામમાંથી બંને ભક્તો ભગવાન શ્રી રામના દર્શનાર્થે પગપાળા નીકળ્યા છે.
અંદાજે 1300 કિલોમીટરની આ પદયાત્રા તેઓ 45 દિવસમાં પૂરી કરશે અને ભગવાન શ્રી રામના મંદિર અયોધ્યામાં પહોંચશે. બાડમેરના ગિરાબથી આ સંઘ અયોધ્યા માટે નીકળી ગયો છે. બાડમેરના નાના ગામ ગિરાબના રહેવાસી હકમસિંહ રાજપુરોહિત ગીરાબે નક્કી કર્યું હતું કે તે તેના ગામ ગિરાબથી પગપાળા રામ મંદિર જશે, તેમની આ હિંમત અને જુસ્સો જોઈને ગંગાપુરાના 48 વર્ષીય માનસિંહ રાઠોડ પણ તેની સાથે સંઘમાં પગપાળા જવા માટે જોડાયા.
બંને પગપાળા જ આખી યાત્રા પૂરી કરશે અને પગપાળા બે દિવસની મુસાફરી કર્યા બાદ ગિરાબથી 100 કિલોમીટર દૂર બાડમેર જિલ્લા મુખ્યાલય પહોંચ્યા છે. અહીં તેઓ બાડમેર જિલ્લા મુખ્યાલયથી જોધપુર થઈને અયોધ્યા જવા રવાના થશે. જો કે તેમનું કહેવું છે કે આ રીતે દર્શન કરવા જવા નાટે ના તો તેમને કોઈ પ્લાન બનાવ્યો હતો કે પછી નાતો તેમણે કંઇ વિચાર્યું હતું. બસ ફક્ત મનમાં એક વસ્તુ નક્કી હતી કે અમારે પ્રભુ રામના દર્શન કરવા છે. અને એટલે એક દિવસ પહેલા ચોહટા ગામમાં તેમના મિત્રો સાથે વાત કરી. અને બીજા દિવસે સવારે 8 વાગ્યે તે ગિરાબથી અયોધ્યા જવા નીકળી ગયા. અયોધ્યા પહોંચતા સુધીમાં બંને ભક્તો પગપાળા રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના ઘણા મોટા શહેરોમાં થઇને નીકળશે.